News of Tuesday, 23rd December 2025
હરિયાણા, પંજાબ, દિલ્હી, બિહાર અને મહારાષ્ટ્રમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ૬ ટીમો સાથે ત્રાટકી, ૧૪ રીઢા અપરાધીઓને ઉઠાવી લેવાયા
સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારનું ઓપરેશન મોસ્ટ વોન્ટેડ અભિયાન ગુજરાતના સીમાડા વટાવી દેશના વિવિધ રાજ્યોમાં પહોચી ગયું : જોઇન્ટ પોલીસ કમિશ્રર ડો.લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા દ્વારા તમામ ઝોન સાથે કોન્ટેક્ટ કરી અડધો ડઝન કાર્યદક્ષ પોલીસ સ્ટાફની ટીમો બનાવી ઓપરેશન પાર પાડયું

રાજકોટ, તા.,૨૩ : સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવવા સાથે સ્વચ્છ છબી, હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક માટે આગવું નામ ધરાવતા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહમા કુમાર માને છે કે સામાન્ય લોકો આપણા તરફ આશાની મિટ માંડીને બેઠા હોય ત્યારે સામાન્ય લોકોની સમસ્યાઆનો ઉકેલ, તેમને મળી સારી રીતે સાંભળી તેમાંથી જ મલે, આ ઉકેલ પોલીસ સ્ટાફને પૂછવાથી ભાગ્યે જ મલે, આ સાથે લોકોમાં પોલીસ પર વિશ્વાસ વધે તે માટે ગુન્હો કર્યા પછી ગુનેગાર વર્ષો સુધી પકડાઈ નહી તેની છાપ લોકોમાં વિપરીત પડે છે, એને ગુનેગારોને પોલીસની બીક ઓછી થાય, અને લોકો સામે પોલીસે શું બગાડી લીધું તેવું બોલવાની હિંમત આવે છે, આ હિંમત તોડવી, લોકોની હિંમત વધારવા આરોપી ગમે ત્યાં ગમે તે સમયથી છુપાયો હોય ત્યાંથી ઉપાડી જેલમાં પૂરવો એ નીતિ હોવી જોઈએ . તેમણે આ નીતિનો અમલ કરવા જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ ડો. લીના પાટીલ અને ડીસીપી હિમાંશુ વર્મા વિગેરે સાથે ચર્ચા કરી તેમના માર્ગદર્શનમાં ૬ ટીમો બનાવતા તેના અદભુત પરિણામ આવ્યા છે.
૭૦ મુજબના વોરંટો મેળવવામાં આવેલ હોય આ ફરાર રહેલ આરોપીઓને નાસતા ફરતા આરોપી ઘોષિત કરેલ હોય આ નાસતા ફરતા આરોપીઓ કેટલાક આરોપીઓ ઘણા વર્ષોથી નાસતા ફરતા હોય આ નાસતા ફરતા આરોપીઓમાં પંજાબ, હરીયાણા, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર રાજ્યના વધુ નાસતા ફરતા આરોપીઓ હોય આ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ટીમો બનાવી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની સુચના માનનીય પોલીસ કમિશ્રર શ્રી નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્રર ડો.લીના પાટીલનાઓ તરફથી મળેલ હોય જે આધારે ક્રાઇમ બ્રાન્ચના DCP હીમાંશુ કુમાર વર્માએ વડોદરા શહેરના ઝોન-૧,૨,૩,૪ના DCP ના સંકલનમાં વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચમાંથી પો.સબ.ઇન્સ./કર્મચારીઓની કુલ- ૦૬ ટીમો બનાવી આ તમામ ટીમોને પંજાબ, હરીયાણા, દીલ્હી, બિહાર, મહારાષ્ટ્ર રાજ્ય ખાતે વડોદરા શહેરના જુદા-જુદા ગુનાઓના નાસતા ફરતા આરોપીઓની શોધ માટે મોકલી આપેલ.
આ નાસતા ફરતા આરોપીઓની શોધખોળ માટે બનાવેલ ટીમોએ પંજાબ, હરીયાણા, દીલ્હી, બિહાર, મહારાષ્ટ્ર રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં છેલ્લા ૧૦ દિવસમાં સતત અથાગ મહેનત કરી સ્થાનીક પહેરવેશમાં સ્થાનીક લોકો સાથે ભળી જઇ ખાનગી રાહે સતત વોચ રાખી હ્યુમન અને ટેકનીકલ સોર્સથી સતત તપાસ કરી હાલ સુધી અપહરણ, ઘરફોડ ચોરી, બનાવટી દસ્તાવેજ, વિદેશી દારૂ, ધાકધમકી આપવા સહીતના વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાના કામે ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓની ભાળ મેળવી શોધી કાઢવામાં આવેલ.
આ શોધી કાઢેલ ૧૪ (ચૌદ) આરોપીઓ પૈકી કુલ-૦૭ (સાત) આરોપીઓ મરણ ગયેલાનુ જણાઇ આવતા આ અવસાન પામેલ નાસતા ફરતા આરોપીઓના જરૂરી પેપર્સ મેળવવામાં આવેલ હોય આ શોધી કાઢેલ ૧૪ (ચૌદ) આરોપીઓના નામ - સરનામા, તેઓની સામે નોંધાયેલ ગુનાઓની અને આ આરોપીઓ કેટલા સમયથી નાસતા ફરતા રહેલ તેની વિગત છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
