<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

અમદાવાદમાં વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં જબરો ઉછાળો :એક જ દિવસે 1,500થી વધુ કેસ નોંધાયા

સ્વચ્છતા જાળવવી અને વધારે ભીડવાળા સ્થળોમાં માસ્ક પહેરવું લોકોને સંક્રમણથી બચાવી શકે

અમદાવાદ :ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ડબલ સીઝનના અસરથી અમદાવાદમાં વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. અમદાવાદ શહેરના યુનાઈટેડ હેલ્થ સેન્ટર્સ (UHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHC)માં એક જ દિવસે 1,500થી વધુ કેસ નોંધાયા છે.

અંદાજે 10,000 જેટલા દર્દીઓ શહેરના કુલ 87 હેલ્થ સેન્ટર્સમાં નોંધાયા છે. આ આંકડો માત્ર UHC અને CHCમાં નોંધાયેલા દર્દીઓનો છે, ત્યારે ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ નોંધાતા રહે છે.અમદાવાદ મહાનગરપાલિકા (મનપા)ના હેલ્થ ઓફિસરે લોકોને વાયરલ ઇન્ફેક્શન સામે સાવધાન રહેવા અપીલ કરી છે અને લોકોની સુરક્ષા માટે માસ્ક પહેરવાની ભલામણ કરી છે. સ્વચ્છતા જાળવવી અને વધારે ભીડવાળા સ્થળોમાં માસ્ક પહેરવું લોકોને સંક્રમણથી બચાવી શકે છે.

(1:38 PM IST)