<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ગણપત યુનિવર્સિટી દ્વારા નિઃશુલ્‍ક ફૂટ પોસ્‍ચર એનાલિસિસ કેમ્‍પ

અમદાવાદઃ ગણપત યુનિવર્સિટી સંચાલિત સુભદ્રાબેન સુરેશચંદ્ર ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા નિઃશુલ્‍ક ફૂટ પોસ્‍ચર એનાલિસિસ કેમ્‍પનું  આયોજન કરવામાં આવ્‍યું. કેમ્‍પમાં ૬૦થી વધુ લોકોએ  ફિઝિયોથેરાપી સેવાઓનો લાભ લીધો. ફિઝિયોથેરાપી મેનેજમેન્‍ટ, વિશિષ્ટ વ્‍યાયામ, જીવનશૈલીમાં જરૂરી ફેરફાર તથા ભવિષ્‍યની સારવાર અંગે  માર્ગદર્શન આપવામાં આવેલ. પગની ગંભીર  સમસ્‍યાઓ ધરાવતા દર્દીઓ માટે કસ્‍ટમાઇઝ્‍ડ ઇન્‍સોલ તૈયાર કરવા માટે નોંધણી પણ કરવામાં આવી, ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓને હેન્‍ડ્‍સ-ઓન ક્‍લિનિકલ અનુભવ પ્રાપ્ત થયો. કેમ્‍પની સફળતામા ફિઝીયોથેરાપી કોલેજના ૧૫ થી વધારે સ્‍ટાફ મીત્રો અંને ૪૦ થી વધારે વિદ્યાર્થીઓ એ ફાળો આપ્‍યો હતો. આયોજન ફિઝીયોથેરાપી કોલેજના આસીસ્‍ટંટ પ્રોફેસર ડો. રીયા પંચોલી, ડો. ભુમી ધોબી અને ક્‍લિનિકલ થેરાપિસ્‍ટ ડો. મનન ઓઝા, ડો. જયેશ રાવલ દ્વારા થયેલ હતુ.(તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(2:16 PM IST)