News of Tuesday, 23rd December 2025
સૌરાષ્ટ્રમાં ઈડીના દરોડા: કલેકટર, ડેપ્યુટી મામલતદારને ત્યાં તલાસી

સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ તથા ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં ઈડીના દરોડા પડ્યાનું જાણવા મળે છે. સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે.
આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી અચાનક અને મોટી કાર્યવાહીથી સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ (આઈએએસ) અને ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઈડીની ટીમો ત્રાટકી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઈડી ની અલગ-અલગ ટીમો સુરેન્દ્રનગર પહોંચી હતી. આ ટીમોએ ગુપ્તતા જાળવીને કલેકટર અને ડેપ્યુટી મામલતદારના નિવાસસ્થાનો પર એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ તપાસમાં મુખ્યત્વે સુરેન્દ્રનગરના વર્તમાન જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ મોરીનો સમાવેશ થાય છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
