News of Tuesday, 23rd December 2025
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું :રૂ.1032.94 કરોડનું સુધારેલું બજેટ મંજૂર
વિદ્યાર્થીઓને બે યુનિફોર્મ, એક જોડી બુટ મોજ, સ્ટેશનરી કીટ, સ્પોર્ટ શૂઝ અને સ્કૂલબેગ માટે 82 કરોડની અને શિક્ષકોની ઘટનાને પહોંચી વળવા બજેટમાં સાથી શિક્ષકો માટે 12 કરોડની જોગવાઈ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્ષ 2026-27નું 1032.94 કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરાયું છે. વિદ્યાર્થીઓને બે યુનિફોર્મ, એક જોડી બુટ મોજ, સ્ટેશનરી કીટ, સ્પોર્ટ શૂઝ અને સ્કૂલબેગ માટે 82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષકોની ઘટનાને પહોંચી વળવા બજેટમાં સાથી શિક્ષકો માટે 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શાળાઓમાં ધોરણ 6માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈના માટે 50 લાખની ફાળવણી કરાઈ છે. શાળાના મકાનના ભાડા માટે 14.90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ સમિતિ શાળાઓમાં વિદ્યાર્થી માટે બેન્ચ ખરીદવા 1 કરોડની જોગવાઈ. સમિતિની શાળામાં વિજ્ઞાન પ્રયોગ શાળા માટે 50 લાખની જોગવાઈ કરાઈ છે. શાળાઓમાં વાલી દિનની ઉજવણી માટે 50 લાખની જોગવાઈ કરાઈ છે. રમતોત્સવ માટે 70 લાખની જોગવાઈ, આ ઉપરાંત શાળાના સફાઈ માટે 4 કરોડની જોગવાઈ કરાઈ છે. પાણીની ટાંકી વોટર કુલરની જાળવણી માટે એક પણ 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
