News of Tuesday, 23rd December 2025
ક્રિસમસ અને 31 ડિસેમ્બરની રાત્રે માત્ર 35 મિનિટ જ ફટાકડા ફોડવાની છૂટ : અમદાવાદ પોલીસે ઉજવણીના નિયમ જાહેર કર્યા
સુપ્રીટ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ગ્રીન ફટાકડા’ જ ફોડી શકાશે. પ્રદૂષણ અને ધૂમાડો ફેલાવતા હાનિકારક ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ.

અમદાવાદ :ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી અંગે અમદાવાદ પોલીસે નિયમ જાહેર કર્યા છે . શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. ક્રિસમસ અને 31 ડિસેમ્બરની રાત્રે માત્ર 35 મિનિટ જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે . સુપ્રીટ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ગ્રીન ફટાકડા’ જ ફોડી શકાશે. પ્રદૂષણ અને ધૂમાડો ફેલાવતા હાનિકારક ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયાઓ છે . જાહેર રસ્તા, હોસ્પિટલ નજીક 100 મીટરનો વિસ્તાર સાયલન્ટ ઝોન જાહેર. શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળોની આસપાસ 100 મીટર વિસ્તાર પણ સાયલન્ટ ઝોન રહેશે. સાયલન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની આતશબાજી કરવાની મનાઈ છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
