<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ગાંધીનગર ખાતેથી ટાઈપ-૧ ડાયાબીટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે

ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા બાળકો માટેના આ વિશેષ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ તમામ દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર મળશે

ગાંધીનગર : રાજ્યના બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલ તા. ૨૪ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી “ટાઈપ-૧ ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર અને લાંબાગાળાની સંભાળ પૂરી પાડી તેમને કોમ્પ્લીકેશન મુક્ત અને ગુણવત્તાસભર જીવન આપવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઈપ-૧ ડાયાબીટીસ એ લાઈફસ્ટાઈલ સંબંધિત નહીં પરંતુ એક ઓટો ઇમ્યુન અને બિનચેપી રોગ છે. આ રોગમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી, તેથી દર્દીએ જીવનભર ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય થઇ જાય છે

(8:17 PM IST)