તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 23rd December 2025
માતાના વિરહમાં પુત્રએ પોઇચા બ્રિજ પરથી મારી છલાંગ: શું થયું..
મોટાભાઈના મોબાઇલ પર કુદકો મારનાર ભાઈ એ મેસેજ કરી જણાવ્યું કે મને મમ્મીની બહુ યાદ આવે છે

( ભરત શાહ દ્વારા )નર્મદા : સંખેડા તાલુકાના દિવાળીપુરા ગામના યુવાને પોઇચા પુલ પરથી કૂદકો મારતા તેની શોધખોળ ચાલી રહી છે
મળતી.માહિતી મુજબ જીગરભાઇ સુરેશભાઇ વસાવા (ઉ.વ.૨૨ ) ધંધો.મજુરી (રહે.દિવાળીપુરા તા.સંખેડા જી.છોટાઉદેપુર ) નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમના નાના ભાઇ હાર્દીકભાઇ સુરેશભાઇ વસાવા (ઉ.વ.૨૦) ( રહે. દિવાળીપુરા તા.સંખેડા જી.છોટાઉદેપુર )નાઓ તેમની માતા નાનપણથી મૃત્યુ પામેલ હોય જે વાતનું મનમાં લાગી આવતા તા.૨૨/૧૨/૨૦૨૫ ના દિવસે પોઈચા બ્રીજ ઉપરથી નદીના પાણીના પ્રવાહમાં કુદી જતા તેની શોધખોળ કરતા મળી નહી આવી ગુમ થતા પરિવારજનો યુવાન મળવાની રાહ જોઈ રહ્યા છે. રાજપીપળા પોલીસે આ માટે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે, કુદકો મારનાર યુવાન વડોદરા નોકરી કરતો હોય ત્યાં જવા નિકળ્યો અને આ પગલું ભર્યું.
પોલીસમાં જાણ કરનાર જીગરભાઈના જણાવ્યા મુજબ કુદકો મારતા પહેલા તેમના ભાઇએ તેમના મોબાઇલ ઉપર મેસેજ કર્યો અને જણાવ્યું કે મને મમ્મીની બહુ યાદ આવે છે માટે હું આપઘાત કરવા જાઉં છું, પપ્પાનું ધ્યાન રાખજે, ત્યારબાદ મોટા ભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા પણ એ પહેલા નાનો ભાઈ કૂદી પડ્યો હતો.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
