<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

તિલકવાડાના પહાડ ગમોડ ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર ચાલુ મોટરસાયકલમાં ધુમાડા નિકળ્યા બાદ અચાનક આગ ભભૂકી

 નર્મદા : ડભોઇ કેવડિયા રોડ ઉપર તિલકવાડા તાલુકાના પહાડ ગમોડ ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર ચાલુ મોટરસાયકલમાં ધુમાડા નિકળ્યા બાદ અચાનક આગ ભભૂકી ઊઠી જેમા ગણતરીની મિનિટોમાં જ મોટરસાયકલ આગમાં બળીને ભઢતુ થઈ ગઈ હતી, બાઈક ચાલક અને સ્થાનિક લોકોના આ દ્રશ્ય જોઈ જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે બાઈક ચાલક બાઈક ઉપરથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. (ભરત શાહ, નર્મદા)

(9:44 PM IST)