News of Wednesday, 24th December 2025
જામનગર પંથકમાંથી ૨૨ ગુન્હાના અપરાધીને સુરત ક્રાઈમ બ્રાન્ચે રાતોરાત ઉપાડી લીધો
આંતરરાજય ધાડપાડુ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ઓપરેશન વોન્ટેડ અને ક્રાઈમ બ્રાંચની નજરથી દૂર રહેવા માટે સાઉથ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રના જામવણથલીમા સંતાયો છતાં બાજનજરથી બચી ન શકયો... : સીપી, જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમાં PI રઘુરાજસિંહ આઈ જાડેજા અને સ્ટાફની કાબિલેદાદ કામગીરી...

રાજકોટ, તા.૨૪: ૨૨ જેટલા ગુન્હાઓ જેના નામ પર બોલે છે તેવા ૭ વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જામનગર પોહચી વિશેષ ઓપરેશનમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર રઘુરાજસિંહ આઈ. જાડેજા તથા સ્ટાફ દ્વારા વિશેષ ઓપરેશનમાં ઝડપી લેવાયો છે, અને ક્રાઈમ બ્રાન્ચ વિક્રમજનક સફળતા તરફ કૂચ માંડી રહી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ઓપરેશન વોન્ટેડ અભિયાન ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન અને વિશાળ બાતમી નેટવર્ક દેશ અને ઇન્ટરનેશનલ પર ધરાવતા ડીસીપી ભાવેશ રોજીયા આખું સુકાન સંભાળી રહ્યા છે તે અંતર્ગત આ આંતર રાજ્ય ગુનેગાર જામનગરમાં મજૂરી કામ કરતો હોવાનું , મજૂરવેષ ધારણ કરી રહેતો હોવાની બાતમી મળી હતી.
દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભુત બાતમી હકીકત આધારે જામનગર જામવંથલી ગામ નજીકથી આરોપી-સુનીલ ઉર્ફે સોનીયો s/o જેદુન ઉર્ફે યહુન સારેલ ઉ.વ.૨૮ ધંધો-મજુરીકામ રહેવાસી-ગામ-જામવંથલી, તા.જી.જામનગર. મુળ રહેવાસી.ગામ-જારની, થાના-થાંદાલા, જી.જાબુંવા.(મધ્યપ્રદેશ).વાળાને પકડી પાડવામાં આવેલ છે. મજકુર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો સરથાણા પો.સ્ટે.મા સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
ગુનોઃ- સરથાણા પો.સ્ટે. ગુ.ર.નં-૨૫૪/૨૦૧૭ ઈ.પી.કો.કલમ-૩૯૫,૩૯૭ મુજબ-ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવીરીતની છે કે, તા.૩૦/૧૧/૨૦૧૭ ના રોજ રાત્રીના સાડા અગિયારેક પાસોદરા લસકાણા ગામ માનવ ફાર્મની સામે હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતોએ ફરીયાદીના રહેણાંક મકાનમા ધાડ પાડવાના ઈરાદે પ્રાણઘાતક હથીયારો સાથે આવી ફરીયાદીના મા-બાપ તથા ભાઈને શરીરના ભાગે કુહાડીના ઉંધા ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન નંગ-૦૩ મળી કુલ્લે રૂપિયા-૬૬,૫૦૦/- ના મત્તાની ધાડ કરી નાસી ગયેલ હતા. સદર ગુનામાં આરોપીઓના ૦૮ સાગરીતો પકડાય ગયેલ હતા. અગાઉ પોલીસ માણસો સેલવાસ, તેમજ તેના વતન ખાતે પકડવા ગયેલ હતા પરંતુ આરોપી નાસી ગયેલ હતો.
મજકુર આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય તેના વિશે મધ્યપ્રદેશ ખાતે વતનમા માહિતી મેળવતા આરોપી જામનગર જામવંથલીમા રહીને કડીયાકામની મજુરી કરતો હોવાની હકીકત મળી આવેલ હતી. જે આધારે ક્રાઈમબ્રાંચની ટીમ દ્રારા જામનગર જામવંથલીમાં વોચ કરી નવી બંધાતી સાઈટો ઉપર વોચ કરી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
