<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાના આયોજન માટે સંતો સાથે હર્ષ સંઘવીની બેઠક

પૂ. ઇન્‍દ્રભારતીબાપુ, પૂ. હરીહરાનંદભારતી બાપુ, પૂ. મહિન્‍દ્રાનંદગીરીબાપુ ઉપસ્‍થિત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.ર૪, મહાશિવરાત્રી-ર૦ર૬ મેળા અનુસંધાને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગર ખાતે સાધુ સાંની બેઠક યોજાઇ હતી જેમાં શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ અને જુનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ પૂ. ઇન્‍દ્રભારતીબાપુ આંતર રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહામંડલેશ્વર પૂ. હરીહરાનંદભારતી બાપુ, મહિન્‍દ્રાનંદગીરી બાપુ સહિતના સંતો એ બેઠક યોજી હતી, પૂ. ઇન્‍દ્રભારતીબાપુએ ૩પ મુદ્દા સુચવ્‍યા હતા જેમાં રેવડીને ગાર્ડ ઓફ ઓનરનો  પણ ઉલ્લેખ કરાયો હતો અને યાત્રિકોને વધુ સુવિધા મળે માટે આયોજન ચર્ચા વિચારણા કરવામાં આવેલ આ મીંટીગમાં સરકારના સીનિયર આઇએએચ આલોકકુમાર પાંડે, કેબીનેટ મંત્રી ડો. પ્રધ્‍યુમન વાજા, ધવલભાઇ દવે, જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પૂર્વ પ્રમુખ પુનિત શર્મા સહિતના ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) 

(12:22 PM IST)