<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કુલ ચલાલાને સાયન્‍સ સીટી, અમદાવાદ ખાતે મળ્‍યો ‘નેશનલ બેસ્‍ટ સ્‍કૂલનો એવોર્ડ'

જૂનાગઢઃ સંતશ્રી ડો.રતિદાદાના આશીર્વાદ અને ભારતભૂષણ મહેશભાઈ મહેતાના અથાગ પ્રયત્‍નોથી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા સંચાલિત રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કુલે અનેરી સિદ્ધિ મેળવી છે.

‘નેશનલ મેથેમેટિક્‍સ ડે ૨૦૨૫' ની ઉજવણી અંતર્ગત સાયન્‍સ સીટી અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. સાયન્‍સ સીટીના ડો. જયંત જોષી (સાયન્‍સ સીટી), એમ.એન. કાટપટ્ટી (બ્રિગેડીયર), બી.એન.રાવ (મેથ્‍સગુરુ ઓફ ઇન્‍ડિયા), ડો.ચંદ્રમૌલી જોષી (પ્રેસીડેન્‍ટ ઓલ ઇન્‍ડિયા રામાનુજન મેથ્‍સ ક્‍લબ), ડો. વ્રજેશ પરીખ સર(મેનેજર સાયન્‍સ સીટી)એ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભારતની ૨૨ રાજ્‍યની સ્‍કુલના બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં થી ૧૦ બેસ્‍ટ નેશનલ સ્‍કૂલને એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવી હતી, જેમં ે ચલાલા  સ્‍થિત રક્ષા શકિત ગર્લ્‍સ સ્‍કુલને નંબર વન બેસ્‍ટ સ્‍કુલનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો.  ભારત ભૂષણ મહેશભાઈ,ડાયરેક્‍ટર શીતલબેન મહેતા, તેમજ રક્ષા શક્‍તિ સ્‍કુલના પ્રિન્‍સીપાલ ડો. તુષારભાઈ સહીત સ્‍કુલની દીકરીઓએ આ એવોર્ડ સ્‍વીકારી ગૌરવની લાગણી અનુભવી હતી. 

(1:13 PM IST)