<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિશે રાજયસભામાં પ્રશ્‍ન પૂછતા રામભાઇ મોકરીયા

કેન્‍દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાએ વિગત વાર જવાબ આપ્‍યા

રાજકોટ, તા.૨૪: સંસદમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગમાં PDS મૂલ્‍યાંકન બાબતે  રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં પીડીએસની કામગીરીના મૂલ્‍યાંકન બાબતે  ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રશ્‍નો પૂછયા હતા. મહત્‍વકાંક્ષી જિલ્લાઓમાં જાહેર વિતરણની વ્‍યવસ્‍થા ની કામગીરી અંગે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા કોઈ મૂલ્‍યાંકન હાથ ધરવામાં આવ્‍યું છે કે કેમ તેના ઉદ્દેશ્‍ય અને તેના તારણો તેમજ સરકારે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ ખરીદી, સંગ્રહ, અને વિતરણ અને ફરિયાદ નિવારણ પદ્ધતિઓમાં સુધારા માટે કોઈ ચોક્કસ ક્ષેત્ર નક્કી કરેલ છે કે કેમ તેની વિગતોના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્‍યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ વિગતવાર જવાબ આપેલ છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે જુન ઓગસ્‍ટ ૨૦૨૫ દરમિયાન દેશના તમામ ૧૧૨ મહત્‍વકાંક્ષી જિલ્લાઓમાં જાહેર વિતરણ પ્રણાલી(PDS) કામગીરી અને પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના(PMGKAY) નામલીકરણનું મૂલ્‍યાંકન કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી જેના ઉદ્દેશ નીચે પ્રમાણે હતા.

વ્‍યાજબી ભાવની દુકાનો (FPS) ની કામગીરી (૨) ખરીદકેન્‍દ્રની કામગીરીની સમીક્ષા (૩) FCI અને CWC હેઠળ ડેપોના માળખાગત સુવિધાઓ અને કાર્યક્ષમતાનું મૂલ્‍યાંકન (૪) PMGKAY હેઠળ લાભાર્થીઓ પાસેથી પ્રતિસાદ મેળવવો(૫) આ જિલ્લાઓમાં CPGRAMS દ્વારા ઉઠાવવામાં આવેલ ફરિયાદોનું નિરાકરણ લાવવું. તમામ ૧૧૨ મહત્‍વકાંક્ષી જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલા મૂલ્‍યાંકનના આધારે, સરકારે ચોક્કસ ક્ષેત્રોની ઓળખ કરી છે જ્‍યાં ખરીદી,સંગ્રહ, વિતરણ અને ફરિયાદ નિવારણ પદ્ધતિઓને વધુ મજબૂત બનાવવાથી જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની એકંદર કાર્યક્ષમતામાં વધારો થશે સુધારણાના મુદ્દા વાર ક્ષેત્રોની વિગત નીચે પ્રમાણે છે.

ખરીદી- કેટલાક ખરીદી કેન્‍દ્રોને અપગ્રેડડ માળખાકીય સુવિધાઓ અને ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ (MSP) માટે સમયસર ચુકવણી સુનિશ્‍ચિત કરવાથી લાભ થશે. સ્‍ટોરેજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા (FCI) અને CWC અધિકારીઓ માટે વૈજ્ઞાનિક સંગ્રહ પદ્ધતિઓ પર તાલીમ આપવા અને ડેપો દર્પણ જેવું રાજ્‍ય સંગ્રહ ડેપો માટે સ્‍વમૂલ્‍યાંકન સાધન બનાવવા માટેની તકો નોંધવામાં આવી હતી.

વિતરણ વાજબી ભાવની દુકાનો (FPS) સામાન્‍ય રીતે સંતોષકારક રીતે કાર્યરત હતી. જોકે આ કવાયતમાં PMGKAY, ફોર્ટીફાઈડ ચોખા અને પોર્ટેબિલિટી એટલે કે વન નેશન વન રેશન (ONORC) પોર લાભાર્થીઓની જાગળતિ વધારવા માટે અને લાભાર્થીઓ માટે FPS પર ન્‍યૂનતમ સુવિધાઓ સુનિશ્‍ચિત કરવા માટે ક્ષેત્ર નક્કી કરવામાં આવ્‍યું હતું. ફરિયાદ-નિવારણ- આ કવાયતમાં વધુ સંકલિત ફરિયાદ ચેનલો, તકેદારી સમિતિઓ અને રાજ્‍ય ખાદ્ય આયોગોની કામગીરીમાં સુધારો અને લાભાર્થીઓ પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવા માટે AI- દ્વારા ઉકેલો રજૂ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્‍યો છે તેમ રામભાઇ મોકરીયાના પ્રશ્‍નના  પ્રત્‍યુતરમા કેન્‍દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્‍યુ હતું

(2:29 PM IST)