<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

કયુઆર કોડ આધારિત અભયયાત્રી પ્રોજેક્‍ટનો સૌપ્રથમ વિરમગામથી અમલ કરાવનાર વિરમગામ ટાઉનના પી. આઈ.કે.એસ.દવેનું હર્ષ સંઘવીના હસ્‍તે સન્‍માન

રાજકોટ તા.૨૪: ગુજરાત રાજ્‍યના પોલીસ વિભાગમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે વિરમગામ ટાઉનમા પી. આઈ. તરીકે ફરજ બજાવતા  કે. એસ. દવે દ્વારા તાજેતર માં ઓટો રિક્ષા અને ઈકો ગાડી મુસાફરી કરતા લોકોની સુરક્ષા અને સલામતી વધુ મજબૂત બને તેવા આશયથી આવા વાહનો માં કયુઆરૅ કોડ આધારિત સ્‍ટિકરથી અલગ ઓળખ આપતા ૅઅભયયાત્રીૅ પ્રોજેક્‍ટના વિચારને સૌપ્રથમ વિરમગામથી અમલ કરવામાં આવ્‍યો છે. આ પ્રોજેક્‍ટની સફળતા અને ઉપયોગિતાને ધ્‍યાનમાં લઈને આ પ્રોજેક્‍ટને સમગ્ર અમદાવાદમાં ચાલુ કરવામાં આવ્‍યો છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ ટાઉનના પી.આઈ. કે. એસ. દવેની આ વિશિષ્ટ કામગીરીની નોંધ લેવામાં આવી છે. તેમજ વર્ષ દરમિયાન તેમના દ્વારા કરવા માં આવેલ સાઇબર ફ્રોડ ડિટેક્‍શન, સગીર બાળા અપહરણ ડિટેક્‍શન, મર્ડર અને લૂંટ ના કેસોનું ડેટેક્‍શન અંગેની કામગીરીને ધ્‍યાને લઈને ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવી, રાજ્‍ય પોલીસ વડા  વિકાસ સહાય,જિલ્લાના એસપી  ઓમપ્રકાશ જાટ,વિરમગામના ધારાસભ્‍ય  હાર્દિકભાઈ પટેલની ઉપસ્‍થિતિ માં પ્રશંસાપત્ર-એવોર્ડથી સન્‍માન કરવા માં આવ્‍યુ છે. પી.આઈ. કે.એસ.દવે  તથા વિરમગામ ટાઉનની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે. પી.આઈ. કે.એસ.દવેએ સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવારનું ગૌરવ વધાર્યું છે. 

 

(3:23 PM IST)