<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

સુરેન્‍દ્રનગરના કલેક્‍ટર , ડેપ્‍યુટી મામલતદાર ક્‍લાર્ક વિગેરે સામેની તપાસ acb dysp કૃષ્‍ણકુમાર સિંહ ગોહિલને સુપ્રત ગોહિલ તાબડતોબ સુરેન્‍દ્રનગર પહોંચ્‍યા

ED ના તાકીદના પત્ર આધારે ACB વડા પિયુષ પટેલ દ્વારા તલસ્‍પર્શી તપાસ માટે આદેશ

રાજકોટ તા.૨૪: સુરેન્‍દ્ર નગર  પંથકમાં ૧૫૦૦ કરોડની જમીન કૌભાંડ મામલે એક કોર્પોરેટ કંપનીની ફરિયાદ આધારે સુરેન્‍દ્રનગર કલેક્‍ટર સહિત કુલ પાંચ સામે ચ્‍ઝ દ્વારા આકરી કાર્યવાહી થવાના પગલે કાયદેસર કાર્યવાહી પગલે નાયબ મામલતદારની ધરપકડ પગલે ACB ની એન્‍ટ્રી થયેલ છે.          

Ed ને પ્રાથમિક તપાસમાં ઘણા પુરાવા સહિત મોટી બેનામી મિલકત અને કેટલાક દસ્‍તાવેજી પુરાવા મળ્‍યા હતા. આ બાબત કેન્‍દ્રમાં રાખી ED દ્વારા ACB ડાયરેક્‍ટર પિયુષ પટેલને એક પત્ર પાઠવી આગળની કાર્યવાહી કરાવવા સૂચવેલ.                  

કલેકટર લેવલના અધિકારી સહિત મોટા અધિકારીઓ સામેના આરોપો ધ્‍યાને રાખી આ તપાસ ભૂતકાળમાં અનેક ઉચ્‍ચ અધિકારીઓ સામે ઝીણવટભરી તપાસ કરી ચૂકેલા ભુજ બોર્ડર વિગના મદદનીશ નિયામક કૃષ્‍ણ કુમારસિહ ગોહિલને સુપ્રત થયેલ છે, મામલાની ગંભીરતા ઘ્‍યાને રાખી કૃષ્‍ણકુનારસિહ ગોહિલ સુરેન્‍દ્રનગર પોહચી તપાસનો પ્રારંભ કર્યો ભારે સન્નાટો મચી ગયો છે.

 

(3:38 PM IST)