<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

અંતે જયરાજસિંહ જાડેજા- રાજુ સોલંકી વચ્‍ચે સતાવાર સમાધાન : જુઓ વિડીયો

રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્‍ચે થયેલી બબાલમાં બન્ને પક્ષે થયેલી ધરપકડો અને જેલવાસ બાદ કાયદાકીય અને સામાજીક સમાધાનઃ પ્રેસ કોન્‍ફરન્‍સમાં જયરાજસિંહની જાહેરાતઃ રાજુ સોલંકી અને તેના પુત્ર ઉપરાંત બન્ને સમાજ અને ભાજપના આગેવાનોની હાજરી જયરાજસિંહે જાહેરમાં કહયુ...વિવાદ વધુ વકરવા પાછળ રાજુ સોલંકીથી વિશેષ અનિરૂધ્‍ધસિંહ (રીબડા)નો રોલ

ગોંડલ:જુનાગઢ રાજુ સોલંકી નાં પુત્ર નું અપહરણ કરી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાની ચર્ચિત ઘટના માં રાજુ સોલંકી તથા ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે  સમાધાન થઈ ગયું છે આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં બંગલે રાજુ સોલંકી એ મીડીયા સમક્ષ કહ્યુ કે હા આ મામલે અમારે સમાધાન થયુ છે.(તસ્વીર-વિડીયો:ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા.૨૪: ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને જુનાગઢના રાજુ સોલંકીના પુત્ર વચ્‍ચે થયેલી માથાકુટમાં સામસામા નોંધાયેલા ગુના, ધરપકડો અને જેલવાસ બાદ આ મામલે આજે કાયદાકીય અને સામાજીક સ્‍તરે સમાધાન થયાની સતાવાર જાહેરાત જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કરી હતી. સમાધાન પાછળ રાજુ સોલંકીએ મોટી રકમ લીધાના મુદે જયરાજસિંહએ સ્‍પષ્‍ટ જણાવ્‍યું હતું કે, રાજુએ એકપણ રૂપિયો મારી પાસે માંગ્‍યો કે લીધો નથી. આગામી સમયમાં રાજુએ તેના સમાજની ગરીબ દિકરીના સમુહલગ્નનું આયોજન કર્યુ છે. તેમાં ભોજન સમારંભમાં મારૂ આર્થિક યોગદાન રહેશે. આ વિવાદને વધુ વકરાવવા પાછળ રાજુ સોલંકીથી પણ વિશેષ અનિરૂધ્‍ધસિંહ (રીબડા)એ ભાગ ભજવ્‍યાનું પણ જયરાજસિંહએ માધ્‍યમોને પ્રેસ કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું હતું.

છેલ્લા કેટલાક દિવસોથી સમાધાનની ભૂમિકા રચાવાનું શરૂ થયુ હતુ અને આ મામલે સોશ્‍યલ મીડીયામાં અહેવાલો ફરતા થયા હતા. દરમ્‍યાન અનુસુચિત જાતિના આગેવાનોની એક બેઠક ઘોઘાવદરમાં મળી હતી જેમાં પાછલા બારણે થયેલા સમેંલનને અસ્‍વિીકાર્ય ગણાવાયું હતું. આ વચ્‍ચે આજે ગોંડલમાં ધારાસભ્‍ય બંગલા ઉપર જયરાજસિંહ જાડેજા, રાજુ સોલંકી, રાજુ સોલંકીના પુત્ર, ક્ષત્રિય અને દલિત આગેવાનો તેમજ ભાજપના અગ્રણીઓની હાજરીમાં સતાવાર સમાધાન પરીપૂર્ણ થયું હતું.

સમાધાન માટે રાજુ સોલંકી પરિવારને મોટી રકમ ચુકવાયાના મુદે શરૂ થયેલી ચર્ચા ઉપર જયરાજસિંહે પૂર્ણ વિરામ મુકતા જણાવ્‍યું હતું કે, આ વાત સંદતર ખોટી છે. રાજુ સોલંકીએ એકપણ રૂપીયો માંગ્‍યો નથી કે મેં ચુકવ્‍યો નથી. હા, એટલુ કહીશ કે, રાજુએ સમાધાન પ્રક્રિયા દરમ્‍યાન થયેલી વાતચીતમાં તેના સમાજની દિકરીઓના સમુહલગ્ન પોતે ફંડફાળા વગર કરતો હોવાનું જણાવી લગ્ન સમારંભના ભોજન ખર્ચમાં યોગદાન આપવાનું કહયુ હતુ જેનો મેં સહર્ષ સ્‍વિકાર કર્યો છે. હવે આ મામલાને ડખોળવાનો કોઇ પ્રયાસ ન કરે તેવી સ્‍પષ્‍ટતા પણ તેમણે કરી હતી. આ સમાધાનની કાયદાકીય પ્રક્રિયા પુરી કરવામાં આવશે. સામાજીક સમાધાન થઇ ચુકયું છે

(4:42 PM IST)