News of Wednesday, 24th December 2025
ગાંધીનગરના સેક્ટર 13 વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલાનો પ્રયાસ
એક માથાભારે યુવકે ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી અને હથિયાર બતાવી ધમકાવ્યા : આરોપીએ મનપાની ટીમને દાતરડું બતાવી ઢોર છોડાવી દીધા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો

ગાંધીનગરના સેક્ટર 13 વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલાનો પ્રયાસ થવાની ઘટના સામે આવી છે. મનપાની ટીમ કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક માથાભારે યુવકે ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને હથિયાર બતાવી ધમકાવ્યા હતા. આરોપીએ મનપાની ટીમને દાતરડું બતાવી ઢોર છોડાવી દીધા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ દરમિયાન કર્મચારીઓ સાથે ઝપાઝપી થતી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ ગાંધીનગરમાં ઢોર પકડનાર ટીમ પર આવા હુમલાની ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈ મનપા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
