News of Wednesday, 24th December 2025
રાજપીપળ કોલેજમાં માર્ગદર્શનાત્મક સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, રાજપીપળા ખાતે તા. ૨૩/૧૨/૨૦૨૫ના રોજ “Economics and Career Guidance” વિષય ઉપર એક માર્ગદર્શનાત્મક સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારના મુખ્ય મહેમાન તરીકે ડૉ. દિલાવરખાન એન. પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. કૉલેજના પ્રાચાર્ય ડૉ. એસ. જી. માંગરોલા ના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના પ્રો. ડૉ. ડી. પી. પાઠક દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન ડૉ. દિલાવરખાન એન. પઠાણ એ અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અભ્યાસ તથા કારકિર્દી સંબંધિત વિવિધ વિકલ્પો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું, જે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક સાબિત થયું હતું.
કાર્યક્રમના અંતે ડૉ. અલ્પેશ એન. સોલંકી કૉલેજ તરફથી મુખ્ય મહેમાન ડૉ. દિલાવરખાન એન. પઠાણ નો તેમજ સમગ્ર કાર્યક્રમ માટે સતત માર્ગદર્શન આપનાર પ્રાચાર્ય ડૉ. એસ. જી. માગરોલા નો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ નું સંચાલન કરનાર ડૉ. ડી.પી પાઠક નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવનાર તમામ વિદ્યાર્થીઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
