<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

રાજપીપળા નવી સિવિલમાં ચોથા માળે જતી લિફ્ટ બંધ હોવાથી એચઆઇવી પીડિતોને હાલાકી

છેક ચોથા માળે એચઆઇવી પીડિતો માટે દવા લેવાનું સેન્ટર હોય દર્દીઓ અન્ય લિફ્ટમાં ત્રીજા માળે જઈ ઉપર ચઢે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હાલ ઘણી સગવડો વધી છે છતાં કયારેક કેટલીક તકલીફો સામે આવે છે જેનું નિરાકરણ જલ્દી થતું નથી અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ છે હાલમાં ઘણા સમય થી ચોથા માળે જતી લિફ્ટ બંધ હોય એઆરટી સેન્ટર માં જતા આવતા દર્દીઓ તકલીફમાં મુકાઈ છે

    મળતી માહિતી મુજબ રાજપીપળા સિવિલમાં ઘણી સગવડોમાં વધારો કરાયો છે છતાં અમુક તકલીફો હજુ જણાય છે જેમાં સિવિલમાં ચોથા માળે એચઆઇવી પીડિતોને દવા લેવા માટેનુ એઆરટી સેન્ટર કાર્યરત હોય ત્યાં દરરોજ ઘણા દર્દીઓ દવા લેવા આવે છે જેમાંથી કેટલાક તો અશક્ત પણ હોય ત્યારે લિફ્ટ બંધ હોવાના કારણે ચોથા માળે જવું મુશ્કેલ બને છે, જોકે અમુક લિફ્ટ ત્રીજા માળ સુધી જતી હોય દર્દીઓ આ લિફ્ટ માં જઈ ત્રીજા માળે ઉતરી ત્યાંથી ચોથા માળનો દાદર ચઢી એઆરટી સેન્ટર પોહચી દવા લાવતા હોય છે. જોકે આજે પણ આ લિફ્ટ બંધ છે.

(10:04 PM IST)