News of Wednesday, 24th December 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય સભા બનશે પેપરલેસ : ડિજિટલ બોર્ડ ધરાવતું અમદાવાદ ગુજરાતમાં પ્રથમ શહેર બનશે
AMC ના બોર્ડમાં તમામ કોર્પોરેટર અને અધિકારીઓને ટેબલેટ અપાશે: સભાઓના એજન્ડા-નોટિસ વગેરે પ્રિન્ટિંગ કરવાનો અંદાજિત વાર્ષિક 4 લાખથી વધુનો ખર્ચ થતો હોય છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય સભા હવે બનશે પેપરલેસ. ડિજિટલ બોર્ડ ધરાવતું અમદાવાદ ગુજરાતમાં પ્રથમ શહેર બનશે . AMC ના બોર્ડમાં તમામ કોર્પોરેટર અને અધિકારીઓને ટેબલેટ અપાશે.સામાન્ય સભાના એજન્ડાની 500 અને નોટિસની 300 કોપી અધિકારી અને કોર્પોરેટર દર મહિને મોકલવામાં આવતી હતી. દર મહિને 15 હજાર જેટલો ખર્ચ થતો હતો જે ડિજિટલ બોર્ડના કારણે બચશે.
અ.મ્યુ.કો.ના સભાગૃહમાં પદાધિકારીઓ, સભ્યો તથા હાજર રહેનાર અધિકારીઓ દરેકની બેઠક ઉપર ડિજિટલ કોપી ઉપલબ્ધ કરાવવા ટેબલેટ રાખવા તેમજ ડિજિટાઈઝેશન કરવા અંગે અન્ય જરૂરી આનુષંગિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે.
સભાના દિવસે તેની એક નકલ દરેક સભ્યના બેઠક સ્થાન પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સભાના એજન્ડાની આશરે 500 નકલ તેમજ નોટિસની 300 જેટલી નકલ પ્રિન્ટિંગ કરવાનો આશરે ખર્ચ દર મહિને રૂપિયા 15,000 થી 20,000 જેટલો ખર્ચ થાય છે તેમજ પોસ્ટનો ખર્ચ આશરે રૂપિયા 10,000 જેટલો થાય છે. સભાઓના એજન્ડા-નોટિસ વગેરે પ્રિન્ટિંગ કરવાનો અંદાજિત વાર્ષિક 4 લાખથી વધુનો ખર્ચ થતો હોય છે. જે આજના ડિજિટલ સમયમાં આ પદ્ધતિમાં ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય ખર્ચ થાય છે તેમજ બિનપર્યાવરણલક્ષી છે. જેમાં બદલાવ લાવવો જરૂરી છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
