તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 24th December 2025
વલસાડના ધરમપુરમાં વાવ સર્કલ નજીક ખાનગી બસ અચાનક દુકાનમાં ઘૂસતા લોકોમાં ભાગદોડ
બસ ચાલકે નિયંત્રણ ગુમાવવાથી દુર્ઘટના સર્જાઈ: ઘટના અંગે વધુ તપાસ ચાલુ

વલસાડના ધરમપુરમાં વાવ સર્કલ નજીક ખાનગી બસ અચાનક દુકાનમાં ઘૂસતા આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે
સદનસીબે ઘટના સમયે કોઈ જાનહાનિ નહોતી, પરંતુ દુકાન અને આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે તરત પોલીસે પહોંચી તપાસ હાથ ધરી છે. બસ ચાલક રાજચંદ્ર આશ્રમથી વાકલ ખાતે પોતાના ઘેર જઇ રહ્યો હતો.
પોલીસને લોકોએ જણાવ્યું કે બસ ચાલકે નિયંત્રણ ગુમાવવાથી આ દુર્ઘટના સર્જાઈ. ઘટના અંગે વધુ વિગતો મેળવવા માટે તપાસ ચાલુ છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
