News of Thursday, 25th December 2025
રાજ્યના વધુ બે આઈએએસ અધિકારીઓની બદલી
ગ્રામીણ ઉદ્યોગ કમિશનર મોહમ્મદ શાહિદ કોટજ અને રૂરલ ઈન્ડસ્ટ્રીમાં અગ્ર સચિવ બન્યાં: શાહ મીના હુસૈનને આદિજાતીનો વધારાનો હવાલો: હાલ તેઓ નર્મદા અને પાણી પુરવઠામાં અગ્ર સચિવ છે

અમદાવાદ : રાજયના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારોનો સિલસિલો સતત બીજા દિવસે પણ જારી રહ્યો છે. મંગળવારે મોડી સાંજે 26 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ બાદ આજે વધુ બે વરિષ્ઠ IAS અધિકારીઓની આંતરિક બદલી અને વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે. જેમાં અગ્રસચિવ મહંમદ શાહીદ અને શાહમીના હુસેનનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા 1998 બેંચના IAS મહંમદ શાહીદ ની બદલી કરવામાં આવી છે. તેમને હવે ગાંધીનગર ખાતે કમિશનર, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત IAS શાહમીના હુસેને પણ આદિજાતિ વિકાસ વિભાગની વધારાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
