<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

સુરેન્‍દ્રનગર કલેકટર-નાયબ મામલતદાર સહિતના સામે આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ

ED ના દરોડા બાદ સુરેન્‍દ્રનગર જિલ્લા કલેક્‍ટર રાજેન્‍દ્ર પટેલની બદલીઃ સામાન્‍ય વહીવટ વિભાગના હવાલે મૂકવામાં આવ્‍યાઃ હવે રાજેન્‍દ્ર પટેલના નજીકના ગણાતા અધિકારીઓ ઉપર ટૂંક સમયમાં તપાસ થવાના એંધાણઃ કલેકટર રાજેન્‍દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ક્‍લાર્ક મયુરસિંહ ગોહિલ સહિત ૪ સામે આવક કરતા વધુ સંપત્તિ હોવાની ફરિયાદઃ સોલાર કંપનીઓને આપવામાં આવેલી જમીન મુદ્દે વિવાદને લઈ ઈડીના દરોડા પડયા હોવાની શંકા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૫: સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્‍દ્ર પટેલના નિવાસ્‍થાન ઉપર ઈડી વિભાગ દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં ૧૦૦ થી વધુ ફાઈલો જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેના ઘરે પણ દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં ચંદ્રસિંહ મોરીના ઘરેથી ૬૭ લાખ રૂપિયા રોકડ મળી આવી છે ત્‍યારે એસીબી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને તેને પહેલી જાન્‍યુઆરી સુધીના રિમાન્‍ડ પણ આપવામાં આવ્‍યા છે.

સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્‍દ્ર પટેલ પાસે પણ પાંચ કરોડથી વધુની મિલકત હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે આ દિશામાં પણ તેમની સામે પણ આવક કરતા વધુ સંપત્તિ હોવાની ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ રાજકોટ એસીબીના ડીવાયએસપીને સોંપવામાં આવી છે, પરંતુ હાલના તબક્કામાં રાજેન્‍દ્ર પટેલની બદલી કરી અને સામાન્‍ય વહીવટ તરીકે તેમને મૂકી દેવામાં આવ્‍યા છે અને સુરેન્‍દ્રનગર જિલ્લાનો ચાર્જ ડીડીઓને આપવામાં આવ્‍યો છે.

સમગ્ર ઘટનામાં હવે કલેકટરના પી.એ જયરાજસિંહ ઝાલા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે અને તેના ઘરે પણ કીડી દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે જયરાજસિંહ ઝાલાના ઘરેથી કોઈપણ પ્રકારની વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી નથી ત્‍યારે જિલ્લા કલેકટર પણ કોઈ પણ પ્રકારની સંડાણીમાં ન હોવાનું નિવેદન આપી ચૂકયા છે ત્‍યારે હવે તપાસ આગળ વધી રહી છે.

ત્‍યારે હવે સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરની નજીકના ગણાતા કર્મચારી અધિકારીઓ ઉપર પણ ટૂંક સમયમાં દરોડાની કાર્યવાહી થઈ શકે તેવી શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે સમગ્ર બાબત સોલારની જે કંપની હતી. તેને જમીન ફાળવવા મુદ્દે દરોડા પાડવામાં આવ્‍યા હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે અને હાલમાં તે તપાસ આગળ વધી રહી છે, પરંતુ હજુ સુધી ઇડી વિભાગ દ્વારા કોઈ સ્‍પષ્ટતા કરવામાં આવી નથી ત્‍યારે અગામી દિવસોમાં ઇડી વિભાગ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવશે ત્‍યારબાદ દરોડાનું સાચું કારણ સામે આવશે. પાટડીમાં બોગસ ખેડૂત બનાવવાની તપાસ થશે.

સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરના નજીકના ગણાતા અને મામલતદાર તરીકે ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા પાટડી નજીક સડલા ગામે ખેડૂત ખાતેદાર બનાવવા માટે ૨૫ લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે બોગસ ખેડૂત ખાતેદારો બનાવવાનો કૌભાંડ પણ આવવાની શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે ત્‍યારે આ મામલતદાર છે તે પણ આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા હોય તે પ્રકારની શંકા હવે વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં નજીકના ગણાતા મામલતદાર ઉપર પણ કાર્યવાહી થવાની શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે ત્‍યારે એજન્‍સીઓની આ મામલતદાર ઉપર પણ બાજ નજર છે.

જિલ્લા કલેકટરને ત્‍યાં દરોડા પડ્‍યા અને નજીકના ગણાતા અધિકારીઓને ત્‍યાં પણ દરોડા પાડવામાં આવ્‍યા ત્‍યારે જમીન એને કરવા પાછળ રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવતા હોવાની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્‍યા છે અને હવે જિલ્લા કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે કારણ કે છેલ્લા ત્રણ કલેક્‍ટરથી જમીન એને કરવાના રૂપિયા પડાવવામાં આવતી હોવાની ચર્ચા એ જોડ પકડ્‍યું છે ત્‍યારે રાજેન્‍દ્ર પટેલ ઉપર જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન અનેક મોટા ધડાકાઓ થવાની શકયતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી છે દરોડા પાછળ સોલાર કંપનીને ફાળવવામાં આવેલી જમીનો હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(12:12 PM IST)