<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

પાટણમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ સામે પશુપાલકોની દાદાગીરી

ઘટનાસ્થળે ઉગ્ર બબાલ સર્જાઈ: પાલિકાના કર્મચારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. બબાલ દરમિયાન પશુપાલકોએ પકડાયેલા ઢોરોને જબરદસ્તી છોડાવી લીધા

પાટણમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ સામે પશુપાલકોની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. રખડતા ઢોર પકડવા માટે ગયેલા પાલિકાના કર્મચારીઓ સાથે પશુપાલકોએ ગુંડાગીરી કરી હતી. ઘટનાસ્થળે ઉગ્ર બબાલ સર્જાઈ હતી, જેમાં પાલિકાના કર્મચારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. બબાલ દરમિયાન પશુપાલકોએ પકડાયેલા ઢોરોને જબરદસ્તી છોડાવી લીધા અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. 

 એકાએક ઢોરોને રસ્તા પર છોડી મૂકવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનું માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી પાલિકાના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

(12:18 PM IST)