<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ન્‍યુઝ રૂમ ગુજરાત-ટીવી ચેનલનું ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે લોન્‍ચિગ

ગુજરાતનો નવો અવાજ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૫: ગાંધીનગરના જે. એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ગુજરાતના મીડિયા જગતમાં એક નવા અને ઐતિહાસિક અધ્‍યાયની શરૂઆત થઈ. સંપાદક દિક્ષિત ઠકરાર અને સહ સંપાદક કિશન કાંટેલિયાનું આ સ્‍વપ્‍ન હવે સાકાર થયું છે. ૧ વર્ષમાં ડિજિટલ યાત્રાની સફર પર સફળતા મેળવ્‍યા બાદ ‘ન્‍યૂઝરૂમ ગુજરાત' હવે ટેલિવિઝન સ્‍ક્રિન પર આવી રહ્યું છે. સત્‍ય, સાહસ અને સંવેદનાના સંકલ્‍પ સાથે ‘ન્‍યૂઝરૂમ ગુજરાત' ટીવી ચેનલનું મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ચેનલનું ગ્રાન્‍ડ લોન્‍ચિંગ થયું હતું.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે ચેનલના સ્‍થાપકોને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું કે, આ બંને યુવાન છે અને અમે તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. ન્‍યૂઝ ચેનલ તો ઘણી બધી થઈ ગઈ છે, પણ આ બધું ચાલે છે કારણ કે ખૂણે-ખૂણે સુધી સરકાર પહોંચી ગઈ છે.

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ‘ન્‍યૂઝરૂમ ગુજરાત'ના સ્‍થાપકોને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું કે, આ બંને યુવાન મિત્રો છે અને સાચા પ્રયાસ કરી રહ્યા છે. ન્‍યૂઝ ચેનલના માધ્‍યમથી લોકો સુધી સાચી માહિતી પહોંચે એ બહુ જરૂરી છે. તમે બંને ગુજરાતની અસ્‍મિતાને જાળવી રાખશો અને ઈમાનદારીથી સાચી વાત રજૂ કરીને ચેનલને આગળ વધારજો. તેમના આ શબ્‍દોએ યુવા પત્રકારિતાની જવાબદારી અને સત્‍યનિષ્ઠાના મહત્‍વને ઉજાગર કર્યું.

(12:25 PM IST)