<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

અમદાવાદમાં ટોપ મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી CAT પરીક્ષાના પરિણામો જાહેર

અમદાવાદની પ્રશંશા શાહે 99.98 પર્સન્ટાઇલ મેળવી શહેરમાં સિદ્ધિનો પરચમ લહેરાવ્યો: હુસેન દાદાવાળા 99.96 પર્સન્ટાઇલ સાથે ટોચના પ્રદર્શકોમાં સ્થાન પામ્યા

અમદાવાદમાં ટોપ મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાતી CAT પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. અમદાવાદની પ્રશંશા શાહે 99.98 પર્સન્ટાઇલ મેળવી શહેરમાં સિદ્ધિનો પરચમ લહેરાવ્યો છે. સમગ્ર દેશમાં 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ CAT આપી હતી. આ પરીક્ષા IIT મેનેજમેન્ટમાં અભ્યાસ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાતના અંદાજીત 100 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરી છે. હુસેન દાદાવાળા 99.96 પર્સન્ટાઇલ સાથે ટોચના પ્રદર્શકોમાં આવ્યા છે, જ્યારે અમદાવાદના 40% ફિઝિકલ સ્ટુડન્ટોએ 99.28 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. રોજ IIMમાંથી પસાર થતા છઠ્ઠા ધોરણમાં પ્રશંશાને ત્યાં ભણવાની પ્રેરણા મળી હતી, અને તેણે મહેનત કરી IIM અમદાવાદમાં પ્રવેશ માટે જરૂરી પર્સેન્ટાઇલ મેળવી. ગયા વર્ષે CATમાં આ પર્સેન્ટાઇલ એટલી ઉંચી નહોતી, જે આ વર્ષે ટોચના પરિણામ દર્શાવે છે.

(4:01 PM IST)