તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
પી.પી.સવાણી પરિવાર દ્વારા ૧૩૩ દીકરીને ભાવસભર વિદાય : કોયલડી લગ્ન સમારોહ સંપન્ન

સુરત તા ૨૧ : પી.પી.સવાણી પરિવારના આંગણે દરવર્ષે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના ભવ્ય લગ્ન સમારોહમાં સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. દરેક દીકરીના માથે હાથ મુકીને મહેશ સવાણી પિતા તરીકેની હુંફ આપીને દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી પણ આપતા હતા.
સ્વાગત કરતા પી.પી.સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન સમારોહમાં પરણતી ૧૩૩ કન્યા પૈકી ૯૦ ટકા કન્યા એવી છે જેમના પરિવારમાં પિતા કે ભાઈ કોઈ નથી. અનેક જ્ઞાતિ, સમાજ અને પ્રદેશની દીકરીઓ એક જ માંડવે પરણીને સાસરે જઈ રહી છે.
આજના લગ્ન સમરોહમાં કુલ ૧૩૩ દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય એવી ૧૬ બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનના અંગદાનની સંમતિ આપી હતી. સુરતમાં પ્રવળત એવી જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગળતિની પ્રવળત્તિ થતી રહે છે એમણે લગ્ન સમારોહમાં પણ અંગદાન જાગળતિની પ્રવળત્તિ કરી હતી.
રવિવારની મોડી સાંજે લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા એ ધીમે-ધીમે વિદાયના સુરમાં પરિવર્તિત થઇ ગયા હતા. જ્યારે દીકરીઓ પાલક પિતા એવા મહેશભાઈને મળવા આગળ વધી, ત્યારે લાગણીઓના બંધ તૂટી પડ્યા. દીકરી અને મહેશભાઈ બંનેની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો.
માહ્યરામાં લગ્નવિધિ પહેલા સાસુએ વહુને તુલસી છોડ અર્પણ કરીને સ્વાગત કરીને સ્વીકારી હતી, આ સ્વીકાર માત્ર વહુ તરીકે નહિ પણ એ વહુની તમામ જવાબદારી સાથે એનો સ્વીકાર પ્રતીકાત્મક રીતે મહેશભાઈ સવાણી એ કરાવ્યો હતો. જેને તુલસીનો કયારોૅ કહેવાય છે, એવી દીકરીઓને સાસુઓએ હાથ પકડી લગ્નમંડપ સુધી દોરી હતી.
આ તકે જાણીતા લેખક-વક્તા શૈલેષભાઈ સગપરિયાએ લખેલું વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પુસ્તક ‘આરોહણ' અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડો.જિતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક ‘પ્રેરણામૂર્તિ' અને પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક ‘કોયલડી' નું વિમોચન મહાનુભાવોના હસ્તે થયું હતું. પિતા, પુત્ર અને દીકરીઓના પત્રનું સંકલન કરતુ એવું વિશેષ પુસ્તકનું એક જ મંચ ઉપર એક જ સાથે વિમોચન થયું હોય એવું વિરલ ઘટના બની હતી.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
