તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 25th December 2025
કાલે કાકરિયા કાર્નિવલમાં પ્રભાતિયા અને ભકિતગીતો

રાજકોટ તા.રપઃ ગામડા ગામમાં આજે પણ સવારે વહેલા ઊઠી ભાઈઓ અને બહેનો વિશિષ્ટ ગીતો ગાય છે. ભાઈઓ ભજનો ગાય અને બહેનો પ્રભાતિયા ગાય છે.. આ પ્રભાતિયા શું છે? તેનું મહત્વ શું છે?
આ આગવી અને પ્રેરક પરંપરા જીવંત રહે તે હેતુથી અંતિમ ચાર વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત લોકોત્સવ ‘‘કાંકરિયા કાર્નિવલ'' માં પ્રભાતિયાનો ઉપક્રમ સાતત્યપૂર્વક કરતા આવ્યા છીએ.
કાંકરિયા કાર્નિવલ - ૨૦૨૫ના બીજા દિવસે પ્રથમ ચરણમાં અમે ‘‘રામસભામાં અમે રમવાને ગ્યાં'તાં'' પ્રભાતિયાનું પર્વ ઉજવી રહ્યા છીએ. કાર્યક્રમ આવતીકાલે તા.૨૬ શુક્રવારે સાંજે ૬ વાગ્યે સ્ટેજ-૧ મુખ્ય પ્રવેશદ્વાર પાસે યોજાશે.
આ લોકોત્સવમાં ગુજરાતના યુવા કલાકારો સર્વશ્રી જૈમિન વૈદ્ય, ઉપાસના વ્યાસ, નીલ વ્યાસ, મિહિર પંડ્યા પ્રસ્તુતિ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંગીત સંચાલન કીર્તન ધારેખાન કરશે તો વળી, શાબ્દિક ગુલાલ વહેંચવાનું સૌભાગ્ય દધીચિ ઠાકરને મળ્યુ છે. પ્રવેશ વિનામુલ્યે છે.
અજવાળાના દેવ ભગવાન સૂર્યનારાયણની સાક્ષીમાં આપણા જીવનમાં અજવાળું પ્રવર્તે તે હેતુસર પ્રભાતિયાનો ઉત્સવ ઉજવવા ઉત્સુક છીએ. આ અવસરે ઉપસ્થિત રહેવાનું સૌને આમંત્રણ છે. તેમ દધીચિ ઠાકર જણાવે છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
