તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 25th December 2025
વિદેશમાં નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યા : વડોદરા જિલ્લાના 10 યુવાન મ્યાનમારમાં ફસાયા :વિડિઓ મારફત માંગી
સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ સહિત દસ જેટલા યુવકો છેલ્લા 20 દિવસથી મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં ફસાયા હોવાનો વીડિયો સામે આવતા ખળભળાટ મચ્યો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના યુવક સહિત કુલ 10 યુવાન મ્યાનમારમાં ફસાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 20 દિવસથી ફસાયેલા યુવકોએ વીડિયો વાયરલ કરીન મદદ માટે ગુહાર લગાવી છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના સાવલી પંથકના યુવાનો વિદેશમાં ડેટા એન્ટ્રીની નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ સહિત દસ જેટલા યુવકો છેલ્લા 20 દિવસથી મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં ફસાયા હોવાનો વીડિયો સામે આવતા ખળભળાટ મચ્યો છે... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરેલા રેકેટ વિશે જાણ થતાં આ યુવકો કંપનીમાંથી ભાગી છૂટ્યા હતા અને હાલ એક સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં ગુંજન શાહે દાવો કર્યો છે કે ગુજરાતના 100થી વધુ યુવકો હજુ પણ ત્યાં અલગ-અલગ જગ્યાએ ફસાયેલા છે, હાલ તેમની પાસે પૈસા અને સુવિધાઓ ખૂટી રહ્યા છે, ત્યારે લાચાર બનેલા પરિવારોએ ભારત સરકાર અને તંત્રને તાત્કાલિક દખલગીરી કરી યુવકોને હેમખેમ પરત લાવવા માગ કરી છે.
વધુમાં યુવકે જગ્યાનું નામ આપતા જણાવ્યું કે 'અમને કંપનીમાંથી નીકળવાનો મોકો મળ્યો એટલે મ્યાનમારમાં માયાવાડી કરીને વિસ્તાર છે જ્યાં એક NGO છે ત્યાં 4 ડિસેમ્બરથી અમે રોકાયેલા છીએ, 7 તારીખે અમારું ઈમિગ્રેશન થઈ ચૂક્યું છે. પરંતુ અમારી પાસે ફોન નથી એટલે અમે કોઈનો કોન્ટેક્ટ નથી કરી શકતા, તો અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે દરેક રાજ્યમાંથી અહીંયા લોકો ફસાયેલા છે. જો તમને આ વીડિયો મળે તો અમને અહીંથી કાઢવાનો પ્રયાસ કરો'
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
