<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

દીવમાં બંદર ચોકના રોયલ વાઇન શોપ સામે દારૂના નશામાં મહિલા સાથે અભદ્ર વર્તન કરીને ઝપાઝપી કરી : જેલહવાલે

મારામારીનો વીડિયો વાયરલ થતાં દિવ પોલીસે બે બુટલેગર વિરૂધ BNSSની કલમ 170 હેઠળ કાનુની કાર્યવાહી કરીને અમરેલી જેલ હવાલે કર્યા.

દીવ ના બંદર ચોક માં ગુજરાત ના બુટલેગરો અને ગુજરાત ની મહિલાઓની મારામારીનો વીડિયો વાયરલ થતાં દિવ પોલીસે બે બુટલેગર વિરૂધ BNSSની કલમ 170 હેઠળ કાનુની કાર્યવાહી કરીને અમરેલી જેલ હવાલે કર્યા.

 

બંદર ચોકના રોયલ વાઇન શોપ સામે મારામારી થતાં દિવ ની ક્રાઈમ ટીમ આવી જતાં મોટો અણબનાવ બનતાં અટકી ગયો. ઉના ના બે શખ્સો પ્રકાશગીરી ગૌસ્વામી અને અનિલ સિંધીએ દીવમાં દારૂના નશામાં મહિલાની સાથે અભદ્ર વર્તન કરીને મહિલાઓ સાથે ઝપાઝપી કરી મારામારી કરતા ગુજરાતની મહિલાઓએ મેથીપાક આપતાનો વિડિયો વાયરલ થયો હતો.

(7:58 PM IST)