<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અસહ્ય ઠંડીના કારણે દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયા

રાજપીપળા સિવિલ માં ઓપીડી, લેબોરેટરી સહિતના વિભાગો દર્દીઓથી ઉભરાતા ભારે તકલીફ, ખાનગી દવાખાનાઓ પણ ચિક્કાર: વૃક્ષોના ખાત્માથી ગ્લોબલ વોર્મિંગના ખતરાથી બચવા વૃક્ષો વાવવા જરૂરી છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં હાલ પડી રહેલી ખતરનાક ઠંડીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. સરકારી તેમજ ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.જેમાં શ્વાસના તકલીફ વાળા દર્દીઓ ભારે મુકેલી માં મુકાય છે.

     રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યા બમણી થઈ છે રોજની લગભગ ૩૦૦ દર્દીઓની ઓપીડી હોય જેના કારણે ઓપીડી, લેબોરેટરી, સહિતના વિભાગોમાં ભારે ભીડ રહે છે. હોસ્પિટલ અને દવાખાનાઓમાં પડતી મોટી લાઈનો માં એક બીજાને ઇન્ફેકશનનો ખતરો પણ રહેલો છે ત્યારે લાંબા સમયથી નવી બની રહેલી જીતનગર ખાતેની હોસ્પિટલ જલ્દી બને તે દર્દીઓ અને સ્ટાફ માટે જરૂરી છે.
ગ્લોબલ વોર્મિંગ ની અસર દર વર્ષે વધતી જોવા મળે છે જેનું કારણ વૃક્ષ નો ખાત્મો હોય ઠેર ઠેર વૃક્ષ ઉગાડવા ના બદલે વૃક્ષ નો ખાત્મો કરી જ્યાં ને ત્યાં મકાનો કે મોટી ઇમારતો ઉભી થતા હજુ આવનારા વર્ષો માં દરેક ઋતુમાં મોટો બદલાવ રહશે ત્યારે હજુ આવનારા વર્ષો માં આ બદલાવ ક્યાં જશે એ કહેવું પણ મુશ્કેલ છે સરકાર વારંવાર વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરે છે તેતો જાણે ફક્ત તાયફા લાગે છે. ત્યારે પ્રજા એ જ હવે જાગૃત થઈ વૃક્ષોનું જતન કરી પ્રદુષણ અટકાવી ગ્લોબલ વોર્મિંગ જેવા ખતરા થી બચવા પહેલ કરવી જોઈએ નહિ તો આવનારા વર્ષો માં બદલાતા ઋતુચક્ર ના કારણે મોતને ભેટતા લોકોની સંખ્યા બમણા કરતા વધુ જશે.

(9:57 PM IST)