<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

બાંગ્લાદેશ હિંસા મામલે રાજપીપળા સફેદ ટાવરે સૂત્રોચાર સાથે પૂતળા દહન કાર્યક્રમ થયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : બાંગ્લાદેશના હિન્દુઓ પર જેહાદી માનસિકતા ધરાવતા કેટલાક ઈસ્લામી કટ્ટરવાદીઓ દ્વારા યેન કેન પ્રકારના ખોટા આક્ષેપો કરી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને હિન્દુ યુવક દીપુચંદ્રને ટોળાએ જાહેરમાં રહેંસી નાંખ્યો, પછી લાશને ઝાડ પર લટકાવી સળગાવી દીધી હોય જે સંદર્ભે  તારીખ 24/12/2025 ના રોજ નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રાજપીપળા સફેદ ટાવરે સૂત્રોચાર અને પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ સાથે રહીને પ્રદર્શન કરવામાં આવ્યું.

(9:57 PM IST)