તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 25th December 2025
મહિલા પો.સ્ટે. સી.ટીમની માનવતા સામે આવી...
કુમસગામના યુવાનનું રાજપીપળ એસટી ડેપોમાં પડી ગયેલ પર્સ પોલીસને મળતા માલિકને પરત કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કુમસગામમાં રહેતા યુવાનનું પર્સ રાજપીપળા એસટી ડેપોમાં પડી ગયા બાદ પેટ્રોલિંગમાં નિકળેલી મહિલા પોલીસ સ્ટેશનની ટીમને આ પર્સ મળી આવતા મૂળ માલિકને પાછું આપ્યું હતું
મળતી માહિતી અનુસાર હાર્દિક અનિલભાઈ વસાવા,કુમસગામ, રજવાડી ફળિયાનાઓ તેમના બહેનને રાજપીપળા એસટી ડેપોમાં લેવા આવ્યા હતા ત્યારે તેમના પેન્ટના પાછળના ખિસ્સામાં મૂકેલું પર્સ જાણ બહાર પડી ગયું હોય તેમને આ બાબતનો અંદાજ ના હોય ત્યારબાદ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી ખરાડીની સૂચનાથી મહિલા પો.સ્ટે. ની સી.ટીમ.જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે આ પર્સ ડેપોમાંથી મળી આવ્યું જેમાં 2500 રૂપિયા રોકડા અને અન્ય કામના દસ્તાવેજો હોય હાર્દિક વસાવાને પર્સ પડી ગયાની જાણ થતા તેઓ ચિંતા માં મુકાઈ ગયા હતા પરંતુ સી ટીમ એ કુમસગામમાં તેમના ઓળખીતાના સંપર્ક કરી હાર્દિક વસાવા બાબતે જાણકારી મેળવી તેને મહિલા પોલીસ સ્ટેશને બોલાવી તેનું પર્સ પરત આપી માનવતા દાખવી હતી. આમ. પોલીસે પ્રજા ની મિત્ર સૂત્ર ને પોલીસે સાર્થક કરી બતાવ્યું હતું
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
