તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 25th December 2025
પાટણમાં પશુપાલકો ઢોર ડબ્બામાંથી બળજબરીથી ગાયો છોડાવી ગયા
કર્મચારીઓને અપશબ્દો કહેતા મામલ બિચકયોઃઆ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલે ફરિયાદ નોંધાવી છે

પાટણ : પાટણમાં પશુપાલકોની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે, પશુપાલકોની ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે દાદાગીરી સામે આવી છે,
પશુપાલકોએ કર્મચારીઓને અપશબ્દો કહ્યા અને પશુપાલકોએ ઢોર ડબ્બામાંથી બળજબરીથી ગાયો છોડાવી ગયા હોવાની વાત સામે આવી છે.
પાટણમાં પશુપાલકોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે, નગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓએ રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂર્યા હતા અને પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં ૧૫ થી વધુ ગાયોને રખાઈ હતી ત્યારે પશુપાલકોએ જોહુકમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના કર્મચારીઓને બીભસ્ત ગાળો બોલી ઢોરોને છોડાવી ગયા હતા. એકી સાથે ગાયો દોડતા રોડ ઉપર અફરાતફડી મચી હતી, પશુપલકોની અનેક વખત દાદાગીરી આવી સામે.
તો પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, ધોકા અને લાકડીઓ લઈને શખ્સો દાદાગીરી કરવા આવ્યા હતા અને ગાયોને છોડાવી ગયા હતા, આ મામલે પાટણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન કરશનલાલ પાલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વિપુલ અમરતભાઈ ભરવાડ, વિષ્ણુમનુભાઈ ભરવાડ, રોહીત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને ભોપો ભરવાડ નામના પાંચ શખ્સોના નામનો ઉલ્લેખ છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
