<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ગાંધીનગરમાં ‘‘ન્‍યુઝરૂમ ગુજરાત'' ટીવી ચેનલનું ભૂપેન્‍દ્રભાઇ અને હર્ષ સંઘવીના હસ્‍તે લોન્‍ચીંગ

ગુજરાતી મીડીયા જગત માટે નવો અવાજ બનશે : દિક્ષીત ઠકરાર અને કિશન કાંટેલિયાનું સ્‍વપ્‍ન સાકાર

રાજકોટ, તા. રપ : તા. ૨૨ ડિસેમ્‍બર, ૨૦૨૫ ના રોજ સોમવારે ગાંધીનગરના જે. એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ગુજરાતના મીડિયા જગતમાં એક નવા અને ઐતિહાસિક અધ્‍યાયની શરૂઆત થઈ. સંપાદક  દિક્ષિત ઠકરાર (મો. ૯૪ર૮૭ ૭૭૬૦૦) અને સહ સંપાદક  કિશન કાંટેલિયા (મો.૮૪૮૩૦ ૪૯૭૩૪)નું આ સ્‍વપ્ન હવે સાકાર થયું છે. ૧ વર્ષમાં ડિજિટલ યાત્રાની સફર પર સફળતા મેળવ્‍યા બાદ ‘ન્‍યૂઝરૂમ ગુજરાત' હવે ટેલિવિઝન સ્‍ક્રિન પર આવી રહ્યું છે. સત્‍ય, સાહસ અને સંવેદનાના સંકલ્‍પ સાથે ‘ન્‍યૂઝરૂમ ગુજરાત' ટીવી ચેનલનું ભવ્‍ય લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું. રાજ્‍યના  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ચેનલનું ગ્રાન્‍ડ લોન્‍ચિંગ થયું, જે પાટનગર ગાંધીનગર માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની હતી.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલે ચેનલના સ્‍થાપકોને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું કે, આ બંને યુવાન છે અને અમે તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, ન્‍યૂઝ ચેનલ તો ઘણી બધી થઈ ગઈ છે, પણ આ બધું ચાલે છે કારણ કે ખૂણે-ખૂણે સુધી સરકાર પહોંચી ગઈ છે. મુખ્‍યમંત્રીએ રાજ્‍ય સરકારની વિકાસલક્ષી નીતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું કે, વિકાસની રાજનીતિથી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી છે. સાથે જ તેમણે વાસ્‍તવિકતા સ્‍વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્‍તા કહ્યું કે, કામ કરતા હોય તો એમની ભૂલ થવાની છે.

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવીએ ‘ન્‍યૂઝરૂમ ગુજરાત'ના સ્‍થાપકોને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું કે, આ બંને યુવાન મિત્રો છે અને સાચા પ્રયાસ કરી રહ્યા છે. ન્‍યૂઝ ચેનલના માધ્‍યમથી લોકો સુધી સાચી માહિતી પહોંચે એ બહુ જરૂરી છે. તમે બંને ગુજરાતની અસ્‍મિતાને જાળવી રાખશો અને ઈમાનદારીથી સાચી વાત રજૂ કરીને ચેનલને આગળ વધારજો.ઙ્ઘ તેમના આ શબ્‍દોએ યુવા પત્રકારિતાની જવાબદારી અને સત્‍યનિષ્ઠાના મહત્‍વને ઉજાગર કર્યું.

‘ન્‍યૂઝરૂમ ગુજરાત' જનતા માટે અને જનતા સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાતના સમાચાર જગતમાં નવી દિશા લાવશે. રાજકારણ, સમાજ અને વિકાસના મુદ્દાઓ પર તિક્ષ્ણ નજર રાખી હકીકતને અવાજ આપવાનું કાર્ય ચેનલ કરશે. વિચાર, સંવાદ અને સત્‍યની ઉજવણી એ ચેનલની મુખ્‍ય ઓળખ રહેશે.

આ અવસરે વરિષ્ઠ પત્રકાર  રોનક પટેલના જીવન પર આધારિત ડોકયુમેન્‍ટ્રી ‘હું તો બોલીશ - ધ અન્‍ટોલ્‍ડ સ્‍ટોરી ઓફ રોનક પટેલ' નું પણ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું. સત્‍ય માટેના સંઘર્ષ અને પત્રકારિતાના સાહસિક માર્ગને દર્શાવતી આ ડોકયુમેન્‍ટ્રીને ઉપસ્‍થિત મહેમાનો તરફથી વિશેષ પ્રશંસા મળી.

‘ન્‍યૂઝરૂમ ગુજરાત' સાથે ગુજરાતના સમાચાર જગતમાં સત્‍યની નવી શરૂઆત થઈ છે. આ ચેનલ વિશ્વસનીય, નિર્ભય અને સંવેદનશીલ પત્રકારિતાનું પ્રતીક બની ગુજરાતના મીડિયા જગતમાં નવી ઊંચાઈ સર કરશે. 

 

(11:34 AM IST)