News of Friday, 26th December 2025
સુરત: પુણાગામમાં રફ્તારનો કહેર, સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના કમકમાટીભર્યા મોત

સુરત: સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા શિવનગર સોસાયટી નજીક વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક સ્પોર્ટ્સ બાઈક બીઆરટીએસ રૂટમાં અચાનક સ્લિપ થઈ જતાં ગંભીર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર બે મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બાઈકની ગતિ અત્યંત તેજ હોવાને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મૃત્યુ પામનાર બંને મિત્રોના નામ: પ્રતીક ઉર્ફે લાલો સોજિત્રા રહે. સરથાણા, સુરત અને નિશાંત જેઠવા રહે. વરાછા, સુરત છે. આ બંને મિત્રો વહેલી સવારે સ્પોર્ટ્સ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પુણાગામમાં શિવનગર સોસાયટી પાસે તેમની બાઈક સ્લિપ થઈ ગઈ હતી.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
