<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

૨૮ વર્ષથી વોન્‍ટેડ મહારાષ્‍ટ્રમાં રિક્ષા ચાલક બનેલ શખ્‍સને પકડવા psi જયદીપ અનડકટ રિક્ષાચાલક બન્‍યા : અનોખી કથા

ટેકનીકલ સર્વેલેન્‍સ અને બાતમીદાર વર્તુળો આધારે વિશેષ ટીમો બનેલ , આરોપી લક્ષ્મણને મોકો મળતા વિશેષ ઓપરેશનમાં ઉઠાવી લેવાયો, પોતે જેને રિક્ષા ચાલક માનતો હતો તે વ્‍યક્‍તિ psi હોવાનું અચાનક જાણી આરોપી આશ્ચર્ય ચકિત બનેલ : ટેકનીકલ સર્વેલેન્‍સ અને બાતમીદાર વર્તુળો આધારે વિશેષ ટીમો બનેલ , આરોપી લક્ષ્મણને મોકો મળતા વિશેષ ઓપરેશનમાં ઉઠાવી લેવાયો, પોતે જેને રિક્ષા ચાલક માનતો હતો તે વ્‍યક્‍તિ psi હોવાનું અચાનક જાણી આરોપી આヘર્યચકિત બનેલ

રાજકોટ, તા.,૨૬:   ક્રાઇમ બ્રાન્‍ચ વડા, ઇન્‍ચાર્જ અમદાવાદ પોલીસ કમિશનર સહિત પોલીસ તંત્રના વિવિધ રેન્‍જ જીલ્લામાં મહત્‍વના સ્‍થાને રહી ખૂબ મોટો અનુભવ ધરાવતા સુરત રેન્‍જ વડા પ્રેમવીરસિંહ દ્વારા નો વોન્‍ટેડ ઇન સાઉથ ગુજરાત, અભિયાન પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે, આ અભિયાનમાં ખૂબ મોટી સફળતા ડાંગ એસપી પૂજા યાદવ અને રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચના કાર્યકાળ દરમિયાન વિવિધ અટપટા ગુન્‍હાઓના ભેદ ઉકેલનાર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વિરલ ગઢવીના માર્ગદર્શનમાં કાબીલે દાદ સફળતા પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર જયદીપ અનડકટ અને સ્‍ટાફને મળી છે.

ડાંગના વધઈ પોલીસ મથકમાં સરકારી કર્મચારી પર હુમલો, અપહરણ મારામારી જેવો ગુન્‍હો દાખલ કરવામાં આવેલ.જે ગુન્‍હામાં ૨૮,૨૮ વર્ષથી મહારાષ્‍ટ્રનો લક્ષ્મણભાઈ ખતાડે વોન્‍ટેડ હોવાનું ig ના નો વોન્‍ટેડ ઇન સાઉથ ગુજરાત અભિયાનમાં પ્રકાશમાં આવેલ.

Dysp જનેશ્વર નવવાયા અને dysp જે એચ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વિરલ ગઢવી ટીમને આ મહત્‍વની જવાબદારી આપવામા આવેલ.

પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર જયદિપ અનડકટની કાર્યદક્ષતા ધ્‍યાને રાખી પોલીસ ટીમનું નેતળત્‍વ અપાયેલ.જે અંતર્ગત ટેકનીકલ સર્વેલેન્‍સ, બાતમીદાર વર્તુળો એક્‍ટિવ કરી વિવિધ ટીમો કામે લાગેલ, જે મહેનત આખરે રંગ લાવી , આરોપી હાલ મહારાષ્‍ટ્રમાં પૂણે ખાતે રિક્ષા ચલાવતો હોવાની માહિતી જયદિપ અનડકટને મળી હતી . આરોપીને કોઈ ગંધ ન આવે અને નાશી ન જાય તે માટે જયદીપ અનડકટ પોતાના સ્‍ટાફ સાથે મહારાષ્‍ટ્ર પૂણે પહોંચવા સાથે ત્‍યાં રિક્ષા ચલાવી અને આ દરમિયાન મોકો મળતા આરોપીને ઝડપી લીધા છે. 

(1:56 PM IST)