<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

સુરેન્‍દ્રનગર કૌભાંડનો રેલો ટોચના રાજકીય નેતા સુધી પહોંચ્‍યો?

રાજકોટ : ખૂબ ઝડપથી રાજકીય ભૂકંપો સર્જાય તેવી ઘટનાઓ આકાર લઈ રહ્યાના દૃશ્‍યો સર્જાયા છે.

ધારાસભાના ઉપાધ્‍યક્ષપદેથી નાફેડના ચેરમેન અને ભાજપ ધારાસભ્‍ય જેઠાભાઈ ભરવાડના અચાનક રાજીનામાએ ભારે રાજકીય વિસ્‍ફોટ સર્જયો છે.

આ પહેલા સુરેન્‍દ્રનગરના કલેકટર અને નાયબ મામલતદારને સંડોવતા ૧૫૦૦ કરોડના જબ્‍બર કૌભાંડના પડઘા શમ્‍યા નથી. દરમિયાન પ્રદેશ ભાજપના મહત્‍વના હોદ્દેદારો, શહેર ભાજપના હોદ્દેદારોના માળખા પણ હજુ રચાયા નથી. આમ જબરી રાજકીય મથામણો વચ્‍ચે જાણવા મળે છે કે સુરેન્‍દ્રનગર જીલ્લાની અબજોના કૌભાંડમાં પણ રાજકીય ખૂબ જ મોટી વગ ધરાવતા, મોટા ગજાના નેતાનું નામ પણ ચર્ચામાં આવતુ જાય છે.

ટૂંક સમયમાં મોટા વિસ્‍ફોટો થાય તો નવાઈ નહિં તેવી પણ ચર્ચા થઈ રહી છે. દરમિયાન સત્તાવાર વર્તુળો સંપૂર્ણ મૌન સેવી રહ્યા છે. 

(2:45 PM IST)