<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

વાવ- થરાદમાં રોડની ધીમી કામગીરીથી ખેડૂતો વિફર્યા : ધરણા કરીને વિરોધ નોંધાવ્યો : 25 લોકોની અટકાયત

આગથળા-ધાનેરા રોડની ધીમી કામગીરીથી 30 જેટલા ગામના લોકોને અસર પહોંચી: ઠેર-ઠેર રસ્તો ખોદી નાખ્યો હોવાથી ખેડૂતોને ખેતરમાં વાહન સાથે જવામાં ભારે મુશ્કેલી

વાવ-થરાદ જિલ્લામાં મંથર ગતિએ ચાલતી રોડની કામગીરી સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. આગથળા-ધાનેરા રોડની કામગીરી ગોકળ ગતિ થતા ખેડૂતો અને સ્થાનિકોએ ધરાણાં કરીને વિરોધ નોંધાવ્યો છે. ધીમી કામગીરીથી કંટળાની સ્થાનિકોએ જાતે જ પાવડા-તગારા લઈને રોડના ખાડા પુરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તમામ સ્થાનિકોને અટકાવી દીધા હતા. 25 લોકોની અટકાયત કરી હતી. 

   સ્થાનિકોનો દાવો છે કે દોઢ વર્ષથી રસ્તાનું કામ ચાલે છે તેમ છતાં કામગીરી પૂર્ણ થઈ નથી અને ઠેર-ઠેર રસ્તો ખોદી નંખાતા સ્થાનિકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આગથળા-ધાનેરા રોડની ધીમી કામગીરીથી 30 જેટલા ગામના લોકોને અસર પહોંચી છે. ઠેર-ઠેર રસ્તો ખોદી નાખ્યો હોવાથી ખેડૂતોને ખેતરમાં વાહન સાથે જવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણીવાર અકસ્માતો પણ થાય છે. સ્થાનિકોને દાવો છે કે વારંવાર અધિકારીઓ અને આગેવાનોને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. મંગળવાર સુધીમાં રસ્તાની કામગીરી પૂર્ણ નહીં થાય તો સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(6:26 PM IST)