તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 26th December 2025
અમદાવાદના સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર દૂર કરી નવો બ્રિજ બનાવામાં આવશે :સોમવારથી જ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાશે
રિસ્ટોરેશનની 9 મહિનાની કામગીરી પૂર્ણ થતા બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે. 52 વર્ષ જૂના બ્રિજના લાંબા સ્પાનને નાના કરવામાં આવશે.

અમદાવાદઃ અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર દૂર કરી નવો બ્રિજ બનાવાશે. હાલના બ્રિજની બંને બાજુએ નવો બ્રિજ બનશે.હાલના બ્રિજનું રિસ્ટ્રક્ચરનું કામ 9 મહિનામાં પૂર્ણ કરાશે. ત્યારબાદના બે વર્ષમાં બંને બાજુ બે લેનના બ્રિજનું કામ પૂર્ણ કરાશે. સોમવારથી જ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રિસ્ટોરેશનની 9 મહિનાની કામગીરી પૂર્ણ થતા બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે. 52 વર્ષ જૂના બ્રિજના લાંબા સ્પાનને નાના કરવામાં આવશે. હાલના બ્રિજના હયાત પિલર જાળવી રાખી 7 નવા પિલર બનાવાશે. નવા પિલર તૈયાર થઈ ગયા પછી ઉપર સ્પાનનું કામ શરૂ કરાશે. 250 કરોડમાં રિસ્ટોરેશન અને નવા બ્રિજ બંનેનું કામ પૂર્ણ કરાશે
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
