<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

હોટલ અને રેસ્ટોરન્ટમાં થતા અન્નના બગાડને રોકવા ફેડરેશન અભિયાન ચલાવશે: ગ્રાહકને 5 ટકા ડિસ્કાઉન્ટ આપવા અપીલ

ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન કમિટીના સભ્યો ડિસ્કાઉન્ટ આપશે: યોગ્ય પ્રતિસાદ મળતાં નિયમિત ધોરણે ડિસ્કાઉન્ટ લાગુ કરાશે: દરેક હોટલ અને રેસ્ટોરન્ટમાંના ગેટ પર તથા મેનું પર ડિસ્કાઉન્ટની સુચના લગાડાશે

અમદાવાદ :  હોટલ અને રેસ્ટોરન્ટમાં થઇ રહેલા અન્નના બગાડને અટકાવવા ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન અભિયાન ચલાવશે. જે અંતર્ગત અન્નનો બગાડ ના કરનાર ગ્રાહકને 5% ડિસ્કાઉન્ટ આપવા અપીલ કરાઈ છે.  શરૂઆતમાં ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન કમિટીના સભ્યો ડિસ્કાઉન્ટ આપશે. પ્રાથમિક તબક્કામાં દર રવિવારે 5% ડિસ્કાઉન્ટ અમલમાં મુકાશે. અભિયાનને યોગ્ય પ્રતિસાદ મળતાં નિયમિત ધોરણે ડિસ્કાઉન્ટ લાગુ કરાશે. દરેક હોટલ અને રેસ્ટોરન્ટમાંના ગેટ પર તથા મેનું પર ડિસ્કાઉન્ટની સુચના લગાડાશે. છેલ્લા ઘણા સમયથી હોટલ રેસ્ટોરન્ટ્સ અને બેંકવેટમાં થઇ રહેલા અન્નના બગાડને અટકાવવા અભિયાન હાથ ધરાયુ છે.

 


 

(6:58 PM IST)