News of Friday, 26th December 2025
રાજપીપળા લક્ષમ હોન્ડાના શોરૂમ આગળ અકસ્માતમાં નિકોલીના એકનું વ્યક્તિ નું મોત
હાઈવા ટ્રકએ બાઇક પર જતા દાદા પૌત્રને અકસ્માત થતા દાદાનું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા હરસિદ્ધિ મંદિર આગળ આવેલા દશા માતાના મંદિર નજીક આવેલ લક્ષમ હોન્ડાના શોરૂમ સામે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા લોકટોળા ઉમટી પડ્યા હતા
મળતી માહિતી મુજબ બપોરે બનેલી અકસ્માતની ઘટનામા નાંદોદ તાલુકાના નિકોલી ગામના શાંતિલાલ ભાઈ ભુદરભાઈ વસાવા અને સાથે બેઠેલ મેહુલભાઈ અનિલભાઈ વસાવાનાઓ રાજપીપળા કોઈ કામ અર્થે આવ્યા બાદ પરત ઘરે જતા હતા ત્યારે લક્ષમ હોન્ડાના શોરૂમ આગળ એક હાઈવા ટ્રક એ બાઇકને અડફટે લેતા દાદા અને પૌત્ર રોડ પર પડી ગયા જેમાં શાંતિલાલભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું જ્યારે મેહુલને સામાન્ય ઇજા થઈ હોય તેનો આબાદ બચાવ થયો હતો. રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ તુરત બીજેપી શહેર પ્રમુખ અજીતભાઈ પરીખ, મહામંત્રી વિપુલભાઈ માછી, નામસરણ સિકલીગર ધર્મેશ ઉર્ફે ધવલ તડવી નાઓ મદદે દોડી આવ્યા હતા.
સ્થાનિકોમાં ચર્ચાતી વાત મુજબ ત્યાં આવેલા શોરૂમના સંચાલકો બહાર રોડ નજીક. પોતાના નવા વાહનો મૂકી દબાણ કરતા હોય ત્યાં અક્સ્માત થાય છે આજે પણ અકસ્માત બાદ શોરૂમ વાળા એ બહાર મુકેલી બાઈકો હટાવી દીધી હતી ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય કામગીરી કરે એ લોક હિત માં કહેવાશે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
