News of Friday, 26th December 2025
માતાના વિરહમાં પોઇચા બ્રિજ પરથી છલાંગ મારનાર યુવાન પુત્રનો મૃતદેહ મળી આવ્યો
૨૨ ડિસેમ્બરે યુવાને પોઇચા.પુલ પરથી ઝંપલાવ્યું હતું અને ૨૪ ડિસેમ્બરે તેનો મૃતદેહ મળ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સંખેડા તાલુકાના દિવાળીપુરા ગામના યુવાને પોઇચા પુલ પરથી કૂદકો મારતા તેનો મૃતદેહ મળતા પરિવારને સોંપાયો છે
મળતી માહિતી મુજબ જીગરભાઇ સુરેશભાઇ વસાવા (ઉ.વ.૨૨ )ધંધો.મજુરી( રહે.દિવાળીપુરા તા.સંખેડા જી.છોટાઉદેપુર) નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના નાના ભાઇ હાર્દીકભાઇ સુરેશભાઇ વસાવા( ઉ.વ.૨૦)( રહે.દિવાળીપુરા તા.સંખેડા જી.છોટાઉદેપુર )નાઓ તેમની માતા નાનપણથી મૃત્યુ પામેલ હોય જે વાતનું મનમાં લાગી આવતા તા.૨૨/૧૨/૨૦૨૫ ના દિવસે પોઈચા બ્રીજ ઉપરથી નદીના પાણીના પ્રવાહમાં કુદી જતા તેની શોધખોળ કરતા મળી નહી આવતા પોલીસે ગુમ થયાની નોંધ લીધી હતી
ત્યારબાદ શોધખોળ ના અંતે તા.૨૪.૧૨.૨૫ ના રોજ ધમણાચા સુખદેવ મંદિર પાસે નર્મદા નદી કિનારે થી તેનો તેનો મૃતદેહ મળી આવતા રાજપીપળા પોલીસે પીએમ માટે મોકલી મૃતદેહ પરિવાર ને સોંપ્યો હતો.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
