News of Friday, 26th December 2025
અમદાવાદના જમાલપુરની સુમન જ્વેલર્સમાં ગ્રાહક બની આવેલા લોકોએ વેપારીની નજર ચૂકવીને લાખોના દાગીનાની ચોરી કરી
બાળક, બે મહિલા અને અજાણ્યો પુરુષ સહિતના દુકાનમાં પ્રવેશ્યા હતા અને શોકેસમાંથી સોનાની 100થી 110 ગ્રામની ચૂનીના 7 પેકેટની ચોરી કરી

અમદાવાદ: શહેરના જમાલપુરની સુમન જ્વેલર્સમાં જ્વેલર્સની નજર ચુકવી ચોરીની ઘટનાને અંજામ અપાયો છે. ગ્રાહક બનીને આવેલા અજાણ્યા લોકોએ વેપારીની નજર ચૂકવીને લાખોના દાગીનાની ચોરી કરી હતી . દાગીનાની કિંમત આશરે 9 લાખ હોવાનું સામે આવ્યું છે. બાળક, બે મહિલા અને અજાણ્યો પુરુષ સહિતના દુકાનમાં પ્રવેશ્યા હતા અને શોકેસમાંથી સોનાની 100થી 110 ગ્રામની ચૂનીના 7 પેકેટની ચોરી કરી હતી. વેપારીએ સ્ટોક તપાસતા ચોરી થઈ હોવાનો ભાંડો ફૂટ્યો છે. વેપારીએ હાલ પોલીસ ફરિયાદ નોંધાવતા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
