<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને પાવાગઢના વિકાસ બદલ એવોર્ડ

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, શ્રીફળની જોડ લઇએ રે, હાલો હાલો પાવાગઢ જઇએ રે... : મુખ્‍યમંત્રીના હસ્‍તે એવોર્ડ સ્‍વીકારતા રમેશ મેરજા

ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ   પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્‍તે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્‍ય સચિવ શ્રી રમેશ મેરજાએ એવોર્ડ સ્‍વીકારેલ તે પ્રસંગની તસ્‍વીરમાં પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી,ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત છે. (૩.૫)

રાજકોટ, તા.૨૭: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી અને મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ  પટેલના  માર્ગદર્શનમાં ગુજરાત રાજ્‍ય આજે સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટ ેસોૈથી વધુ ફેવરિટ ડેસ્‍ટિનેશન બની રહ્યું  છે. સમગ્ર વિશ્વના પ્રવાસીઓનો ખૂબ મોટો વર્ગ પ્રવાસન સ્‍થળોની સાથે આપણી અધ્‍યાત્‍મસભર સંસ્‍કળતિના સંવાહક અને પ્રકળતિના સંવર્ધક એવા પવિત્ર યાત્રાધામોની યાત્રા કરતો થયો છે.

 ગત અમુક વર્ષોમાં ગુજરાત સરકારે પ્રવાસનની સાથે સાથે ગુજરાતના પવિત્ર યાત્રાધામોની યાત્રા પણ આ સૌ યાત્રાળુઓ માટે સુલભ, સુવિધાયુક્‍ત  અને અવિસ્‍મરણીય બની રહે તથા તેમને ભારતની આધ્‍યાત્‍મિક દિવ્‍યતાની સાથે સાથે આપણી સાંસ્‍કળતિક ભવ્‍યતાનો પણ પરિચય મળી રહે એ માટે આ યાત્રાધામો ખાતે વિકાસ કાર્યોની વણઝાર શરૂ કરી છે.  યાત્રાધામોના આ વણથંભ્‍યા વિકાસમાં  ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકારના પરિશ્રમની પરાકાષ્ઠા છે.

પરિશ્રમને જ્‍યારે એવોર્ડ શોના મંચ પર બિરદાવવામાં આવે  ત્‍યારે એ ગૌરવનું કારણ બની જતું હોય છે. તાજેતરમાં અડાલજના પ્રવેગ થીમ પાર્ક ખાતે આયોજિત ટૂરિઝમ એવોર્ડના સાતમાં મણકામાં પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે કરાયેલા વિકાસકાર્યો બદલ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંધવીના હસ્‍તે ‘‘બેસ્‍ટ સ્‍પિરિચ્‍યુઅલ ડેસ્‍ટિનેશન ડેવલોપમેન્‍ટ'' નો એવોર્ડ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકારના સભ્‍ય સચિવ શ્રી રમેશ મેરજાને  અર્પણ કરવામાં આવ્‍યો ત્‍યારે સમગ્ર ગુજરાત માટે  પ્રેરણાદાયી અને પ્રોત્‍સાહક ક્ષણો બની રહી હતી.

 

(10:46 AM IST)