<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ગાય, અશ્વ સહિતનું પશુધન આદિકાળથી સમૃધ્‍ધિનું પ્રતિક : આચાર્ય દેવવ્રતજી

વાંકાનેરના રાજવી-રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની અધ્‍યક્ષતામાં આયોજીત ‘કામા અશ્વ શો'નો આજે બીજો દિવસ રાજયપાલે અશ્વોનું પ્રદર્શન નિહાળ્‍યું : દેશી ગૌવંશનું નિરીક્ષણ કર્યુઃ અશ્વોની અવનવી કરતબ નિહાળતા લોકો

વાંકાનેર : અશ્વ શોના પ્રથમ દિવસે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, વિધાનસભા નાયબ મુખ્‍ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પશુપાલન નિયામક ડો. ફાલ્‍ગુની ઠાકર, વિભાગીય સંયુક્‍ત પશુપાલન નિયામક ડો. ભરતસિંહ ગોહિલ, જસદણ સ્‍ટેટ સત્‍યજિતકુમાર ખાચર, આચાર્ય ઘનશ્‍યામજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનના શ્રી અજીતસિંહ ગોહિલ સહિત કાઠીયાવાડી મારવાડી અશ્વ શોના પદાધિકારીઓ તથા અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર (૪.૪)

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ર૭: મોરબીમાં ઐતિહાસિક અને સાંસ્‍કળતિક રીતે મહત્‍વના સ્‍થળ એવા વાંકાનેર ખાતે માનવી અને અશ્વ વચ્‍ચેના અતૂટ વિશ્વાસના સંબંધની પ્રતિકળતિ સમાન ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન - રમતોત્‍સવ ‘કામા અશ્વ શો'નું પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્‍વશ્રી ડો. દિગ્‍વિજયસિંહ ઝાલાની સ્‍મળતિમાં આયોજન કરવામાં આવ્‍યું છે. જેના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્‍થિત રહી સમગ્ર આયોજનની શોભામાં અભિવળદ્ધિ કરી હતી. રાજ્‍યપાલશ્રીના હસ્‍તે અશ્વોની વિવિધ જાતોના ઉત્‍કળષ્ટ રખેવાળોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું હતું કે, વૈદિક કાળથી આપણી સંસ્‍કળતિ અને ધરોહરમાં વીર અને શૌર્યવાન યોદ્ધાઓની સાથે ગાય, સિંહ અને અશ્વનું મહત્‍વ સવિશેષ રહ્યું છે. ગાય અને અશ્વને આદિકાળથી સમળદ્ધિના પ્રતિક માનવામાં આવ્‍યા છે. પશુધન આદિકાળથી સમળદ્ધિનું પ્રતિક રહ્યું છે ત્‍યારે આપણી સંસ્‍કળતિ અને વિરાસતના આ અભિન્ન અંગને બચાવવાની આપણી સૌની જવાબદારી છે.

રાજા મહારાજાના સમયમાં પશુ સંવર્ધન માટે આ પ્રકારના આયોજનો થતા હતા. કામા અશ્વ શોની શરૂઆત વાંકાનેરના રાજવી અને  દેશના તત્‍કાલીન પર્યાવરણ મંત્રી સ્‍વશ્રી ડો. દિગ્‍વિજયસિંહ ઝાલાએ કરાવી હતી જે તેમના પશુ પ્રેમ અને પ્રકળતિ પ્રેમનો પરિચય કરાવે છે. પ્રકળતિ પ્રેમ માટે તેમણે જે તે સમયે રેલવે વિભાગના નીતિવિષયક નિયમોમાં ફેરફારો કરાવી રેલવેના પાટામાં લાકડાના બદલે સિમેન્‍ટના સ્‍લીપરનો ઉપયોગ કરાવવાનું ચાલુ કરાવ્‍યું, તેમના આ નિર્ણય એ પ્રકળતિ સંવર્ધનમાં અને વળક્ષોને બચાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી.

વધુમાં રાજ્‍યપાલશ્રીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીએ ખેડૂતો પ્રાકળતિક કળષિ અપનાવે તે માટે મિશન મોડ પર કામગીરી શરૂ કરાવી છે. પ્રાકળતિક કળષિ માટે દેશી ગાય ખૂબ મહત્‍વ ધરાવે છે. ખેડૂત એ દેશની આર્થિક સમળદ્ધિ અને ગૌમાતા ખેડૂતની સમળદ્ધિનો આધાર છે. દેશી ગાયોની નસલો લુપ્ત થતી જાય છે જેને બચાવવી ખૂબ જરૂરી છે. આયુર્વેદમાં ગાયનું ગૌમૂત્ર અમળત સમાન છે, દેશી ગાયનું ગૌમુત્ર બિનઉપજાઉ જમીનને ફળદ્રુપ બનાવે છે. ભારતની દેશી ગાયનું દૂધ અમળત સમાન છે, જે બાળકોને વીર અને શૌર્યવાન બનાવે છે. ત્‍યારે તેમણે સૌને પ્રાકળતિક કળષિ અપનાવવા અને ગૌ સંવર્ધન માટેના પ્રયાસોને સતત પ્રોત્‍સાહન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્‍યસભાના સાંસદ અને વાંકાનેર સ્‍ટેટશ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ સ્‍વાગત પ્રવચન આપતા રાજ્‍યપાલશ્રી તથા ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોનું સ્‍વાગત અભિવાદન કર્યું હતું તથા કાર્યક્રમની આછેરી રૂપરેખા આપી હતી.

રાજકોટ પોલીસ માઉન્‍ટના અશ્વ સવાર પોલીસ જવાનો દ્વારા અશ્વો સાથે કરવામાં આવેલ વિવિધ કરતબોનું રાજ્‍યપાલશ્રીએ નિદર્શન કર્યુ હતું. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત દેશી ગૌવંશ તથા ભેંસોનું  નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયા, જસદણ સ્‍ટેટ સત્‍યજિતકુમાર ખાચર, ગોંડલ સ્‍ટેટ હિમાંશુસિંહ જાડેજા, આચાર્ય ઘનશ્‍યામજી મહારાજ, કલેકટર કે.બી. ઝવેરી, પશુ પાલન નિયામક ડો. ફાલ્‍ગુની ઠાકર, ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનના અજીતસિંહ ગોહિલ સહિત કાઠીયાવાડી મારવાડી અશ્વ શો ના પદાધિકારીશ્રીઓ તથા અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં બીમાર ઘોડાઓને હેરાન ન કરવામાં આવે તે માટે સ્‍પર્ધા પહેલા બ્‍લડ સેમ્‍પલ અને યોગ્‍ય તપાસ બાદ ૩૦૦ થી વધુ રજીસ્‍ટ્રેશન પૈકી ૨૫૦ જેટલા ઘોડાઓએ વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લીધો છે. આ સાથે જ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં રાજકોટ પોલીસ માઉન્‍ટના અશ્વ સવાર પોલીસ જવાનોએ કરતબ પ્રદર્શન કર્યું હતું અને શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્‍પર્ધા પણ યોજાઇ હતી. મહાનુભાવોના હસ્‍તે અશ્વ વિશેની માહિતી આપતા પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.

મોરબી જીલ્લોએ ઐતિહાસિક ધરોહર છે, ત્‍યારે સાંસ્‍કળતિક અને ઐતિહાસિક રીતે મહત્‍વના સ્‍થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્‍વ. ડો. દિગ્‍વિજયસિંહ ઝાલાની સ્‍મળતિમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન - રમતોત્‍સવ ‘કામા અશ્વ શો' નો આજથી મહાનુભાવોના હસ્‍તે વિધિવત પ્રારંભ થયો છે.(પૂરક માહિતીઃ પારૂલ આડેસરા-માહિતી ખાતુ-મોરબી)

(11:45 AM IST)