<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

૪૦ લાખના ૨૦૨ મોબાઇલ લોકોને પરત અપાવ્‍યા...

અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ટીમની પ્રજાલક્ષી નીતિની હોમ મિનિસ્‍ટર દ્વારા જાહેર પ્રશંસા તુરંત યથાર્થ સાબિત.... સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શનમાં ACP યુવરાજસિંહ ગોહિલ સ્‍ટાફની વધુ એક અદભુત કામગીરી...

રાજકોટ, તા.૨૭: તાજેતરની આજ સુધી કદી ન યોજાઈ હોય તેવી હોમ મિનિસ્‍ટર દ્વારા યોજાયેલ ક્રાઈમ કોન્‍ફરન્‍સમાં અમદાવાદ પોલીસ કમિશનર અને તેમની ટીમની પ્રજાલક્ષી કામગીરીની જાહેર સરાહના કરી તેને સાચી સાબિત ડોક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ અને ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શનમાં ફરી એક વખત મદદનીશ પોલીસ કમિશનર અને સાયબર ક્રાઈમ લેવલે ખૂબ નિષ્‍ણાત મનાતા યુવરાજસિંહ ગોહિલ ટીમે યથાર્થ ઠરાવી છે.

પોલીસ કમિશનરની નીતિ અંતર્ગત લોકોએ ગુમાવેલ ૪૦ લાખથી વધુ રકમના ૨૦૧ મોબાઇલ મૂળ માલિકોને પરત અપાવતા અમદાવાદ પોલીસ જીંદા બાદના નારા લોકોએ લગાવી પોલીસ કામગીરી પર આફ્રિન પોકારેલ.આ કામગીરીમાં કે ડિવિઝન હેઠળના પોલીસ મથકના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તથા સ્‍ટાફ દ્વારા યુવરાજસિંહ ગોહિલના નેતળત્‍વ હેઠળ કરી છે.

(12:30 PM IST)