તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
સમયસર ફૂલપ્રૂફ પુરાવા પોક્સોના આરોપી અશોકને ૨૦ વર્ષની સખ્ત સજા સુધી પહોંચાડયો
ઇમ્પ્રુવ કન્વિકશન રેટ વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમારના અભિયાનને વધુ એક સફળતા મળી એડીસીપી ડોલીના પાટીલ, ડીસીપી જગદીશ ચાવડા , એસીપી આર ડી. કવાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠીયા સ્ટાફની અદભૂત કામગીરી

રાજકોટ, તા.૨૭: સીબીઆઈ બેક ગ્રાઉન્ડ સાથે સ્વચ્છ છબી અને હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કનું કોમ્બિનેશન ધરાવતા વડોદરા પોલીસ કમિશનર દ્વારા ગુન્હો કર્યા પછી વર્ષો સુધી વોન્ટેડ આરોપી રહે તેને યોગ્ય ન ગણી આખા દેશના વિવિધ રાજ્યોમાં અભિયાન ચલાવી સંતોષ માનેલ નથી, આરોપીઓ પકડાયા પછી કોર્ટમાં ઝડપથી કેસ ચાલે અને સજા થાય તે ખૂબ જરૂરી હોવાનું માને છે, તેમાંય જો માસૂમ બાળકો, બાળકીઓ,સ્ત્રીઓ, મિલકત વિરોધી ગુન્હા હોય તો પોલીસે ફૂલપ્રૂફ પુરાવા એકઠા કરી પબ્લિક પ્રોસાઇકયુટર સાથે કોન્ટેક્ટ રાખી કેસ ઝડપથી ફાઈલ કરી ઝડપી ન્યાય મળે તેવું વાતાવરણ સર્જવા નીતિ નક્કી કરેલ છે. સીપીના આ અભિયાનને ઓપરેશન ઈમપ્રુવ કન્વીકશન રેટ નામ અપાયું છે.
આ નીતિનો અર્થાત્ ઉક્ત અભિયાનનો ચુસ્તપણે અમલ થાય તેવી જવાબદારીઓ ઍડિશનલ પોલીસ કમિશનર ક્રાઈમ ડૉ.લીના પાટીલ, ડીસીપી ઝોન ૧ જગદીશ ચાવડા, બી ડિવિઝન ઍસીપી આર.ડી કવાના માર્ગદર્શનમાં કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠીયા અને તેની ટીમ પણ અસરકારક અમલ કરતા મોટી સફળતા મળી છે. પોક્સોના ઍક કેસમાં સમયસર સાક્ષી પુરાવા, જ્લ્ન્ રીપોર્ટ, મેડિકલ રિપોર્ટ વિગેરે રજૂ કરાયા જે આધારે આરોપીને ૨૦ વર્ષની સજા થયેલ છે. ગોરવા પોલીસ મથકની હદના આ કેસમાં સરકારી વકીલ પી. સી.પટેલ દ્વારા પુરાવાની મજબૂત સાંકળ સાથે અસરકારક અને ધારદાર દલીલો ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ જજની કોર્ટમાં કરેલ, જે અંતર્ગત ૨૦ વર્ષની સજા અને રૂપિયા ૫૦૦૦ના દંડની સજા થયેલ છે.

(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
