News of Saturday, 27th December 2025
વાવ-થરાદમાં નકલી સોનાના દાગીના વેચવા આવેલા બે શખ્સોનો પર્દાફાશ
વેપારીની જાગૃતતાના કારણે નકલી દાગીના વેચવા આવેલા શખ્સોનો ભાંડો ફૂટ્યો: બંને આરોપીઓમાંથી એક શખ્સ રાજસ્થાનનો અને એક શખ્સ થરાદ તાલુકાનો હોવાનું સામે આવ્યું

અમદાવાદ : હવે સોનું ખરીદવા જાઓ છો કે કોઈ તમારા ત્યાં સોનું વેચવા આવે છે તો ચેક કરી લેજો કે સોનું અસલી છે કે નકલી. નહીં તો છેતરાઈ જશો. વાવ-થરાદમાં નકલી સોનાના દાગીના વેચવા આવેલા બે શખ્સોનો પર્દાફાશ થયો છે. આરોપીઓ થરાદની સોની બજારમાં સોનાના દાગીના વેચવા માટે આવ્યા હતા. પુરુષોના કાનમાં પહેરાતા દાગીના માટે આ શખ્સોએ સોની પાસેથી 1 લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે વેપારીની જાગૃતતાના કારણે નકલી દાગીના વેચવા આવેલા શખ્સોનો ભાંડો ફૂટ્યો. આ બંને આરોપીઓમાંથી એક શખ્સ રાજસ્થાનનો અને એક શખ્સ થરાદ તાલુકાનો હોવાનું સામે આવ્યું. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
