News of Saturday, 27th December 2025
ગોધરામાં આવતા મુસાફરોને હવે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે : ભારતનો પ્રથમ આલ્કલાઈન વોટરનો પ્રોજેક્ટ શરૂ
પ્રોજેક્ટનું અટલ ઉદ્યાન ખાતે લોકાર્પણ કરાયું :ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા: કુલ 6 જેટલા વિસ્તારોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આલ્કલાઈન વોટર એટીએમ સ્થાપયા

પંચમહાલના ગોધરા શહેરના સ્થાનિકો અને આવતા જતાં રાહદારીઓ માટે ભારતનો પ્રથમ આલ્કલાઈન વોટરનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ગોધરાવાસીઓ અને ગોધરામાં આવતા મુસાફરોને હવે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. ગોધરા નગરપાલિકા અને ખાનગી કંપનીના સંયુક્તપણે ભારતનો પ્રથમ સાર્વજનિક આલ્કલાઈન વોટર એટીએમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું અટલ ઉદ્યાન ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. કુલ 6 જેટલા વિસ્તારોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આલ્કલાઈન વોટર એટીએમ સ્થાપવામાં આવ્યા છે. જેમાં માત્ર 2 રૂપિયા પ્રતિ લીટર આલ્કલાઈન પાણી ઉપ્લબ્ધ થશે. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં બે ખાસ વાહનો દ્વારા ડોર ટુ ડોર આલ્કલાઈન પાણીની વિતરણ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત માત્ર 25 રૂપિયામાં 20 લીટર શુદ્ધ પાણી ઘર આંગણે પહોંચાડવામાં આવશે ા
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
